________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૩૧
હાથ લાંબો કરવામાં કે કોઈનું આપેલું લેવામાં લાંછન સમજતી. પૂર્વે ધનવાનો સદાવ્રતો ખોલતા અને તેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકને મફત અનાજ અપાતું. પણ ઊંચા કુળના સભ્યો મરી જાય તો પણ એ સદાવ્રતનું લેવાની ઇચ્છા સરખી પણ કરતા નહિ. પેલી વિધવાઓ પાછી મંદિર જાય ત્યારે ચપટી ચોખા, ટબુડીમાં દૂધ અને વાટકીમાં ઘી ભલે થોડું, પણ સાથે લઈ ગયા વિના રહેતી નહિ. ભણેલી ન હોવા છતાં તેમનામાં એવા ઊંડા સંસ્કાર હતા કે મંદિરે ખાલી હાથે જવાય જ નહિ. શાસ્ત્ર પણ કહ્યું છે કે, દરિદ્રાવસ્થામાં કરેલું અલ્પ પણ દાન મહાલાભને માટે થાય છે. ક્યારેક ઘણું ખર્ચનારો શ્રીમંત જે લાભ મેળવે તેના કરતાં અલ્પમાં અલ્પ ખર્ચનારો દરિદ્રી વધારે લાભ મેળવી જાય છે. એટલે તો વાગ્ભટ્ટ મંત્રીએ શત્રુંજયના ઉદ્ધાર માટે લાખો નોંધાવનારા શ્રીમંતો કરતાં, એટલું જ નહીં પણ સૌથી અધિક નોંધાવેલા પોતાના ફાળા કરતાં પણ ફક્ત સાડા બાર દોકડાનું દાન કરનાર ભીમા કુંડલીયાનું નામ પહેલું લખ્યું, તે ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે.
આવી આપણી ગૌરવભરી પ્રાચીન સંસ્કૃતિના એક વખતના કટ્ટર પક્ષપાતી એવા લેખકશ્રી શ્રાવકોનું પ્રભુપૂજાનું દૈનિક સર્વોત્કૃષ્ટ કર્તવ્ય શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું ઉપદેશવાના બદલે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી કરાવવાની ખોટી ઝૂંબેશ ચલાવવાના તનતોડ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે તેમની એ પ્રવૃત્તિથી આપણી ઉજ્જવળ સંસ્કૃતિની રક્ષા થશે કે વિનાશ થશે એ એક ગંભીર સવાલ ઊભો થયો છે. પ્રભુ પૂજા જેવું પરમ ઉપકારક કર્તવ્ય પણ પરદ્રવ્યથી કે દેવદ્રવ્ય જેવા ધર્માદા દ્રવ્યથી નિઃશંકપણે કરતા થઈ ગયા પછી એ ગૃહસ્થો પોતાના બીજા કયા કર્તવ્યો પારકા પૈસે કે ધર્માદાના પૈસાથી પતાવી લેવાની વૃત્તિવાળા નહિ બને ? અને આ રીતે ધર્મદીયા વૃત્તિવાળા બનેલા જૈનો જૈનધર્મની શાન વધારશે કે જૈનધર્મને ઝાંખપ લગાડશે ? અને ત્યારે એ ઝાંખપ લગાડવાનું શ્રેય આવા પ્રકારના ધર્મોપદેશકોને ફાળે નહિ જાય ? લેખકશ્રી, તેમના અનુયાયી ગીતાર્થો અને તેમના પરિમાર્જકો આ બધી વાતો શાંતિથી