________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૨૫
-
દેવદ્રવ્યથી સ્વકર્તવ્ય રૂપ પૂજાનું કાર્ય પતાવે, તો એને દેવદ્રવ્યનો દુરુપયોગ જ કહેવાય. અને એવા દુરુપયોગના અર્થમાં પણ ભક્ષણ શબ્દ વપરાય છે. - શાસ્રવચન અને સુવિહિત પરંપરા દેવદ્રવ્યમાંથી શ્રાવકના પોતાના ધાર્મિક કર્તવ્યો ક૨વાનું સ્પષ્ટ ના પાડે છે. તેથી તે કાર્યો દેવદ્રવ્યમાંથી ન થઈ શકે. તેમ છતાં તેની ઉપેક્ષા કરીને કરવામાં આવે તો સ્પષ્ટ રીતે દેવદ્રવ્યના દુરુપયોગનો દોષ લાગે છે.
– બાકીનું સ્પષ્ટ છે. પૂર્વે અનેકવાર ખુલાસા થઈ ગયેલ છે. ભગવાનનું દ્રવ્ય શાસ્ત્રાનુસારી પરંપરા જ્યાં કહે ત્યાં જ વપરાય, બીજે ક્યાંયે ન વપરાય. તાદેશ પરંપરા સ્વકર્તવ્યરૂપ પૂજામાં સ્પષ્ટ ના પાડે છે અને પ્રભુ અપૂજ રહે તેવી સ્થિતિમાં મંદિર કર્તવ્યરૂપે અપવાદે હા પાડે છે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી દોષ લાગ્યા વિના રહે નહીં.
કુતર્ક-૫ઃ
“સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” આવો પાઠ દ્રવ્યસપ્તતિકા અને શ્રાદ્ધ વિધિમાં જરૂર આવે છે. પરંતુ આ પાઠ ઘરદેરાસર ધરાવતા જૈનો માટે છે.
હવે આ ઘરદહેરાસરનો પૂર્વેથી ચાલ્યો આવતો સંદર્ભ છોડીને માત્ર આ વાક્ય ઉપાડી લેવું - સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ અને તેને તમામ જૈનો માટે લાગુ કરી દેવું, તે શી રીતે બરોબર કહેવાય ?
મને લાગે છે કે ‘તમામ જૈનોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એવો આગ્રહ રાખવામાં ઘરદહેરાસર અંગેનો સંદર્ભ ચૂકી જવાયો છે અને તેથી જ આ આગ્રહ સર્વ જૈનો માટે કરાવાઈ ગયો (રહ્યો) છે. (મુક્તિદૂત માસિક, જુલાઈ ૧૯૯૫, પૃ. ૧૧)
સમાલોચના : કોઈપણ પ્રકારે શ્રાવકોને પોતાની શ્રી જિનપૂજાનું નિત્ય કર્તવ્ય ક૨વા માટે પરદ્રવ્ય કે દેવદ્રવ્યના દ્વાર ખુલ્લા કરી આપવાના આગ્રહમાંથી ઉદ્ભવેલું તેમનું આવા પ્રકારનું નિરૂપણ લેશ પણ યુક્તિ સંગત જણાતું નથી. (શ્રાદ્ધવિધિમાં જણાવેલી) સ્વદ્રવ્યથી જિનપૂજાની વાત ઘર મંદિરના સંદર્ભમાં હોય, તો પણ તે પછીનો આગળનો બધો