________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૯ चैत्यद्रव्ये सति जिनमंदिरप्रतिमादिसंभवः । तत्सत्त्वे विवक्षितपूजादिसंभवः । चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः ॥
અર્થ : ચૈત્યદ્રવ્ય = દેવદ્રવ્ય હોતે છતે જિનમંદિર-જિનપ્રતિમા આદિનો સંભવ છે અને જિનમંદિર-જિનપ્રતિમા આદિ હોતે છતે વિવક્ષિત પૂજાદિનો સંભવ છે. (તેથી) ચૈત્યદ્રવ્ય આદિના વિનાશમાં વિવક્ષિત પૂજાદિનો લોપ થાય છે.
– પૂર્વોક્ત પાઠમાં “દેવદ્રવ્ય હોતે છતે જિનમંદિર-જિનપ્રતિમા સંભવે છે” એમ જણાવેલ છે. આ પાઠ જ “દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય તેની સાક્ષી છે.
પૂર્વોક્ત પાઠની અંતર્ગત આવતા “દેવદ્રવ્ય આદિના વિનાશમાં પૂજાદિનો લોપ થાય છે.” આ વિધાનમાં ધાર્મિક વહીવટ વિચાર'ના પરિશિષ્ટમાં ગણિશ્રીએ સ્વાભિમતને પુષ્ટ કરવા ઘણી મથામણ કરી છે – કુતર્કો કર્યા છે. તેની સમાલોચના આગળ કરવાની છે. તેથી અહીં વિષયાંતર કરવો નથી.
> આથી કુતર્કકારે “દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય તેવો પાઠ કયાં છે?” એવા પ્રશ્ન ઉઠાવીને પોતાની તરફેણમાં ઊભી કરેલી હવા પણ પૂર્વોક્ત વિચારણાથી ઉડી જાય છે. શાસ્ત્ર અને પરંપરા અનુસાર દેવદ્રવ્યના સદુપયોગનું ક્ષેત્ર નૂતન જિનમંદિરનું નિર્માણ પણ છે જ. તેથી શાસ્ત્રમાં નિષેધ ન હોવાથી તેવો ઉપદેશ અપાય છે તે વાત જ ખોટી છે અને તેથી દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય એવા પાઠો ન હોવા છતાં એવો ઉપદેશ કેમ અપાય છે? – એ ઉઠાવેલો મુદ્દો જ ખોટો છે.
શ્રાવક દેવદ્રવ્યથી સ્વકર્તવ્યરૂપે જિનપૂજા ન જ કરી શકે” એવો આશય અનેક શાસ્ત્રસંદર્ભોથી પ્રાપ્ત થાય જ છે. અનેક શાસ્ત્રોએ પૂર્વે જે પૂજાવિધિ બતાવી તેમાંથી એ જ આશય ફલિત થાય છે.
પ્રશ્નઃ દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધારમાં કે નિર્માણમાં માન્ય રાખ્યો છે, તે જ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ જિનપૂજામાં શા માટે નહીં?