________________
૧૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૦૪૪માં એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેથી દેશના પલટવી પડી અને શાસ્ત્ર મંજુરી ન આપે તેવા ઠરાવમાં સહી કરવી પડી ? ૨૦૪૪ પૂર્વે તમારી દેશના પદ્ધતિ અલગ હતી અને ૨૦૪૪માં અને એ પછી તમે બધાએ કયા ઉદ્દેશથી - કયા અગમ્ય કારણસર - કયા અલૌકિક અવસરને નિહાળીને દેશના પલટી તે જણાવશો ?
(૮) ‘“àવષ્ણુદ્દે વેવપૂનાપિ સ્વદ્રવ્યેળવ યથાશત્તિ જાf” આ શાસ્ત્રપાઠ સિવાય એવો બીજો કયો શાસ્ત્રપાઠ છે કે, જે આ પાઠમાં નિર્દિષ્ટ ‘જ’કાર ને ગૌણ કરીને શ્રાવકની સ્વકર્તવ્યરૂપે થતી જિનપૂજામાં દેવદ્રવ્ય વા૫૨વાની આજ્ઞા આપે છે ? નિત્યાનિત્યત્વધર્મથી યુક્ત આત્મામાં તો વિવક્ષા ભેદે આત્મા નિત્ય છે કે અનિત્ય છે, એવું કહી શકાય છે. એટલે આત્માના સ્વરૂપના વિષયમાં તો વિવક્ષા ભેદે અવસરે જવાબ બદલાઈ શકે છે. પરંતુ શ્રાવકે પ્રભુપૂજા શાનાથી કરવી ? સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? આવા પ્રશ્નના જવાબમાં તો શાસ્ત્રાધારે અને સુવિહિત પરંપરાધારે જવાબ આપવાનો હોય તો શું અવસરે અવસરે જવાબ બદલાઈ જશે ? જવાબ બદલાય તો એમાં આધાર શું ? આત્મામાં તો બંને ધર્મો રહેલા છે, માટે પ્રશ્નના આધારે જવાબ આપી શકાય છે. પરંતુ પૂજાવિધિના વિષયમાં તો એવા વિકલ્પો નથી, કે જેથી અવસરે અવસરે જુદા જુદા જવાબ આપી શકાય ?
(૯) જો કે, ધા.વ.વિ.ના લેખકશ્રી અને ગણિશ્રી પોતાની માન્યતામાં બાધક બનતા “સ્વદ્રવ્યેૌવ...' વાળા પાઠને ગૃહમંદિરના શ્રાવક માટેના સંદર્ભમાં ખપાવીને તે પાઠને પૂજાવિધિ માટે બાજુ ઉપર મૂકે છે અને ઉપદેશપદ આદિ ગ્રંથોના ‘‘કૃત્તિ ત્તિ વેવદ્રવ્ય' વાળા પાઠોને આગળ કરીને પોતાના મતની પુષ્ટિ કરે છે. તેમની તે વાત કેટલી અસત્ય છે, તેની સમાલોચના પ્રકરણ-૫ માં આગળ કરીશું.