________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૦૦
કરનારે શું દોષ લાગે તે સ્પષ્ટ જાણવા મળશે અને તે પછીના ગણિશ્રીના બે પ્રશ્નો તો અનૌચિત્યરૂપ જ છે તે આપણે જોયું જ છે. તદુપરાંત, કોને જવાબ આપવો અને કોને ન આપવો, એ ગીતાર્થોનો વિષય છે.
તદુપરાંત, ગણિશ્રી (હાલ આચાર્યશ્રી) પોતાના અને પોતાના પક્ષના પરસ્પર વિરુદ્ધ વિધાનોના જવાબ આપવામાં ફસાઈ જાય છે, ત્યારે તે “સ્યાદ્વાદ”ના નામે કેવા ગપ્પાં મારી લોકોને છેતરે છે ગેરમાર્ગે દોરે છે, તેનો નમૂનો તેમની એ જ “દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકમાં પૃ. ૧૭-૧૮ ઉપર જોવા મળે છે. તે નીચે મુજબ છે—
જ
પ્રશ્ન : સ્વ. પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મહારાજે વર્ષો પૂર્વે ‘દિવ્યદર્શન’માં “ભગવાન તો મોક્ષમાં જઈ બેઠા છે. કૃતકૃત્ય થઈ ગયા છે..એમને તારી પૂજાની કોઈ જરૂર જ નથી...તારા પોતાના કલ્યાણ માટે પ્રભુની પૂજા છે...તો એ દેવદ્રવ્યમાંથી થાય કે તારા પોતાના દ્રવ્યમાંથી ?’’ વગેરે ભાવનું નિરૂપણ કરેલું જેનો સ્પષ્ટ મતલબ છે કે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે, દેવદ્રવ્યથી નહીં...ને હવે, દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે એવું નિરૂપણ આ ભારે ખેદજનક બિના નથી ?
ઉત્તર ઃ આ હર્ષજનક બિના તમને ખેદજનક લાગી રહી છે એ જ વાત વધુ ખેદજનક છે. દિવ્યદર્શન આદિમાં વર્ષો પૂર્વે આવું નિરૂપણ પણ પૂજ્યપાદ આ. ભગ. શ્રી આદિએ કરેલું છે. આ બાબત તો શ્રી સંઘને હિતચિંતક તરીકે મળેલા સ્વ. પૂજ્યપાદ આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા આદિએ સ્યાદ્વાદને કેવો યથાર્થરૂપે પિછાણ્યો હતો ને સ્વનિરૂપણમાં ઉતાર્યો હતો એની સ્પષ્ટ પ્રતીતિરૂપ છે. માટે, આ જાણીને તો ખૂબ હર્ષ અનુભવવો જોઈએ. સ્યાદ્વાદની ખુબી જ આ છે કે જ્યારે જેવો અવસર હોય એ નયની (એ દૃષ્ટિકોણની) દેશના ભારપૂર્વક કરી શકાય. વિશ્વના તમામ પદાર્થો અમુક અપેક્ષાએ નિત્ય છે અને અમુક અપેક્ષાએ અનિત્ય છે. પણ કેટલાક લોકો એમાંથી માત્ર નિત્યતાના અંશ સ્વીકારી અનિત્યતાના અંશનો નિષેધ કરતા હોય છે. આવા લોકોની બુદ્ધિને પદાર્થો અનિત્ય પણ છે જ’ આ રીતે કેળવવા માટે અનિત્યતાનું જોરશોરથી...અરે ! ‘જ' કારપૂર્વક પણ નિરૂપણ કરવું એ એકનયદેશના કહેવાય છે. (પણ એ કરતી વખતે પણ સ્યાદ્વાદના જાણકાર વક્તાના દિલમાં, પદાર્થો નિત્ય પણ છે જ એ બેસેલું જ હોય છે.એટલે જ જે શ્રોતાઓ માત્ર અનિત્યતા જ માનતા હોય તેમની આગળ અનિત્યતાનું ખંડન કરી નિત્યતાનું મંડન