SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? શ્રાવકના બે નોકરોનું દષ્ટાંત જાણી લેવી સઘળી હકીકત સ્પષ્ટરૂપે સમજાઈ જશે. (પૃ. ૧૭૧) ટિપ્પણી :- (૧) લખાણ એકદમ સ્પષ્ટ છે – શાસ્ત્રાનુસારી છે. પોતાના જ “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં એનું શિર્ષાસન થયેલું જોવા મળે છે. (૨) ઉપર બે મહત્ત્વની વાત કહેવાઈ છે - (i) પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપવો જોઈએ અને (i) સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ ન હોય તેણે સામાયિકાદિ અનુષ્ઠાનોનું સેવન કરવું અને એ માટે અભયંકર શ્રેષ્ઠીના બે નોકરનું ઉદાહરણ જાણી લેવા ભલામણ કરી છે (જે આપણે આગળ જોઈશું.) (૩) “ધાર્મિક વહીવટ વિચારમાં ઠેરઠેર પોતાના પૂર્વના વિધાનોથી વિરુદ્ધ લખાયું છે. શા માટે ! કયા આધારે ! – આ પ્રશ્નોના સાચા જવાબ આજ સુધી આપ્યા નથી. જે ખુલાસા થયા છે તે કુતર્કોથી ભરેલા છે. જેની આગળ સમાલોચના કરવાની જ છે. (૪) એક શાસ્ત્રપાઠનો વર્ષો પહેલાં જે અર્થ કર્યો હોય અને વર્ષો પછી એનાથી જુદો અર્થ કરવામાં આવે ! ત્યારે તેને શું માનવાનું? શું કાળ અને સંદર્ભો બદલાય એટલે શાસ્ત્રપાઠોના અર્થઘટન બદલાઈ જાય? બદલાઈ ગયેલા વિધાનો અને એમાં થતા ખુલાસા જોવાવાંચવાથી શું લોકોને એમની ગીતાર્થતા-વિદ્વત્તામાં શંકા પેદા નહીં થાય? (૫) જવાબદાર સ્થાને બિરાજેલા વ્યક્તિના વિરોધાભાસી વચનોલખાણોને કારણે તેમના વચનોની વિશ્વસનીયતા ખતમ થઈ જાય છે અને તેથી જ તેઓનું કોઈપણ લખાણ કે પ્રરૂપણા માની લેવામાં ઉતાવળ કરવા જેવી નથી, એવું હેજે કહેવાનું મન થાય છે. હું શ્રાવક તો બનું' ઘેર બેઠાં તત્ત્વજ્ઞાનમાં જે વાતો તેમણે પીરસી છે, તે જ વાતો શ્રાદ્ધવિધિમાં સદીઓ
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy