SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ - - - *".": - - - - મી છે. જ કાન ન + + + = ' ek. ***, **. નહકા . પ ક ક , , , પ્રકરણ-૧૫ મું ૧૨૫ જિનેશ્વર દેવની પૂર્ણ ગુણમયતાનું દર્શન કરાવીને દિલમાં દેવભક્તિની ગંગા વહેવડાવનારી શ્રી જિન પ્રતિમાની જ સીધેસીધી ભક્તિ કરવામાં આનાકાની શાને ? તેમ છતાં આવા જીવોને પણ જીવનમાં કઈને કઈ આલંબન તે લેવું જ પડે છે. ડૂબતો તણખલાને બાઝે તેવાં આ આલંબને ગણાય છે. તે પછી સાક્ષાત્ જહાજરૂપી શ્રી જિન મૂર્તિનું પુષ્ટ આલંબન ગ્રહણ કરીને ભવ સાગર તરી જનારા મહાત્માઓને શા માટે ન અનુસરવું ? વિવેકી માત્રને આ વાત સ્વીકાર્ય છે, તે એમ સૂચવે છે કે, મૂર્તિ પૂજા–એ અમૃત આત્માને અપનાવવાને ઉત્કૃષ્ટ માર્ગ છે. પ્રશ્ન ૪૦-ગુરૂ સાક્ષાત્ ઉપદેશ આપે છે, તેમ મૂર્તિ કદી ઉપદેશ આપતી નથી કે આપવાની નથી. તે પછી સાક્ષાત્ ગુરૂને છોડી જડ મૂતિની ઉપાસના કરવાથી શું લાભ ? ઉત્તર-સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે, ગુરૂઓ પણ ઉપદેશ કોને આપી શકે છે? જેઓ શૂન્ય હૃદયવાળા છે, તેઓને ગુરૂઓ પણ ઉપદેશ શી રીતે આપવાના ? ગુરૂને ઉપદેશ સમજવા માટે જેમ પહેલાં શાસ્ત્રાભ્યાસ કરે પડે છે. તથા સમજવાની શક્તિ પ્રાપ્ત કરવી પડે છે અને પછી જ તે ઉપદેશને મર્મ બરાબર સમજાય છે, તેમ મૂર્તિપૂજા માટે પણ જેની મૂર્તિ પૂજવી છે, તેના ગુણોનું સ્વરૂપ સમજી પછી તેની પૂજા કરવામાં આવે તે લાભ કેમ ન થાય? અવશ્ય થાય. વળી–“ગુરૂએ ઉપદેશ આપે છે અને મૂર્તિ ઉપદેશ આપતી નથી' –એ કારણે જ જે ગુરૂઓ પૂજનીય હોય અને મૂર્તિ પૂજનીય ન હોય, તે સ્વર્ગસ્થ શુઓ બધા જ અપૂજનીય બનવાના કારણકે શું તેઓ ઉપદેશ આપે છે ? નહિ. તે પછી તેમને પણ હાથ જોડવા કે નમસ્કારાદિ કરવા છોડી દેવા પડશે. માટે સદુપદેશાદિ કરે તે તો ઉત્તમ છે જ પરંતુ જેઓ સર્વથા. કૃતકય બની તે કાર્યથી વિરાસ પામ્યા છે, તેઓ તે તેનાથી પણ ઉત્તમ છે એમ માનવું જ જોઈએ. મૌન એ વાણીને સર્વોચ્ચ પ્રકાર છે તેમ પ્રગટપણે ઉપદેશ નહિ આપતી મૂર્તિ પિતાના મૂર્તિમંત સ્વરૂપ દ્વારા સેંકડે ઉપદેશકેનું ક , , ; , દેવ, T કે અr - e
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy