SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રાસ્તાવિક એ બોલ. શ્રી જનધર્મ પ્રસારક સભાએ, પ્રેફેસર ગ્લાજેનાપના “નીઝમ્સ” (Jainismus) નામના જર્મન બૃહદગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવી પ્રકટ કરવા જે પ્રયાસ કર્યો છે તે જિજ્ઞાસુ જનસમાજ તરફથી ઉચિત આદર પામશે એવી આશા છે. આ ગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવવામાં અને છપાવી પ્રકટ કરાવવામાં આ પ્રસ્તાવનાના લેખકની જ મુખ્ય પ્રેરણા હતી તથા અનુવાદ વગેરેની વ્યવસ્થા પણ આ જનહસ્તકજ થઈ હતી. તેથી આ પુસ્તક સાથે બે બોલ લખી આપવા માટે સભાના પ્રાણ-પ્રતિષ્ઠાતા તથા જૈનગ્રંથોના પ્રકાશનને પ્રાણવાન વેગ આપનાર શ્રાવકર ધર્મબંધુ શ્રી કુંવરજીભાઇની આદરભરેલી આજ્ઞા થવાથી આ બે શબ્દ લખવામાં મને મારૂં કર્તવ્ય જ, લાગે છે.. જૈનધર્મની સંસ્કૃતિ અને સાહિત્યને લગતા છૂટા છૂટા વિષયો ઉપર તે અત્યાર સુધીમાં શેધક વિદ્વાન તરફથી, યૂરોપમાં અને આપણા દેશમાં અંગ્રેજી, જર્મન, કેન્ચ, ઇટાલીયન વગેરે ભાષાઓમાં નાના મોટા સેંકડો નિબંધે અને લેખ લખાયા છે અને પ્રકટ થયા છે. પરંતુ એક જ પુસ્તકમાં જૈનધર્મના જિજ્ઞાસુને પ્રારંભિક પરિચય કરવા માટે જોઈતી બધી બાબતેને સર્વ સામાન્ય સંગ્રહ મળી આવે તેવું એકેય પુસ્તક અત્યાર સુધી લખાયું નહોતું. એવા એક પુસ્તકની પુરતી કરવા માટે પ્રોફેસર ગ્લાજેનપે પ્રસ્તુત ગ્રંથ લખવા પયત્ન કર્યો છે. ગ્રંથકારને ઉદેશ, આ ગ્રંથમાં કઈ ખાસ નવી નવી શોધ પ્રકટ કરવાનો નથી, પરંતુ જૈનધર્મીય ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્ય આદિ વિષયમાં, પશ્ચિમમાં અને ભારતમાં જે કંઇ શેપળે અત્યાર સુધીમાં પ્રકટ થઈ છે, અને તેના પરિણામ રૂપે જે કંઇ વિચાર વિવેચક દૃષ્ટિએ પ્રકાશિત થયા છે તેમને એકત્ર સંકલિત રૂપમાં સંગ્રહિત કરવાને છે. ગ્રંથકાર, સાહિત્યના મહાન
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy