SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર ); કંઈક અંશે એ ધર્મના આચારવિચાર પણ એમણે સ્વીકારેલા, તેથી તેમની રાજધાનીની નગરી મા દક્ષિણ ભારતમાં જૈનોનું અગ્રસ્થાન થઈ પડેલું. પૂર્વ કિનારે ઈ. સ. ૮ થી ૧૦ મા સકા સુધી રાજ્ય કરનાર મહાપ્રતાપી પHવ રાજાઓ પણ જૈન ઉપર કૃપાદ્રષ્ટિ રાખતા. એમની રાજધાની ચીનગર બધા ધર્મોનું ધ્રુવબિન્દુ હતું, ત્યાં સૌ ધર્મ સાથે સાથે રહેતા. મામેવા નામે તામિલ ભાષામાં બૌદ્ધ કાવ્ય છે, એ કાવ્યમાં નાયિકા મણિમેખલઈને, સાધુવેશ ધારણ કરીને કાંચીન પંડિત પાસેથી વૈશિના, शैवना, वैष्णवना, आजीविकना, निम्रन्थना, साङ्ख्यना, वैशेषिकना भने #ાયતના સિદ્ધાન્ત સમજી લેવાની અને તેમાંથી જે શ્રેષ્ઠ લાગે તે સ્વીકારવાની, તેને પિતા આજ્ઞા કરે છે. ચીને જાત્રાળુ હ્યુએન સ્યાંગ ૭ મા સૈકામાં કાંચી ગયેલે, તેણે એ ભવ્ય નગરમાં વિવિધ પ્રતિસ્પર્ધા ધર્મોને સાથે સાથે જ ફાલતા કુલતા જોયેલા; અનેક જેનોને જોયેલા એ વાત પણ એ કહે છે. એ વાતથી પણ પ્રમાણ મળે છે કે કાંચી તે જુગમાં જૈનનું પણ આશ્રયસ્થાન હતું. કથા છે કે સમર્થ દિગમ્બર પંડિત સમન્તભદ્ર (ઈ. સ. ૬૦૦ ના અરસામાં) મન્દિરમાં ચમત્કાર દેખાડીને ત્યાંના રાજા શિવોટિને શૈવધર્મમાંથી જૈનધર્મમાં આપ્યો હતે અકલકે ઈ. સ. ૭૦૦ ના અરસામાં બૌદ્ધોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરેલા તે ઉપરથી રાજા ફેમશીતને જેનધર્મ સ્વીકારેલે ને બૌદ્ધધર્મને સિંહલદ્વીપમાં હાંકી કાઢેલ.૧ પલ્લવેએ શૈવમાર્ગ સ્વીકાર્યો ત્યારે અને ખાસ કરીને તે મહાવીરના ધર્મના અનમી શત્રુ અને શૈવધર્મના અનન્ય ભક્ત ચોલ રાજાઓના તાબામાં ૧૧ મા સિકામાં કાંચી નગર ગયું અને ત્યાં એમની રાજધાની થઈ ત્યારે ત્યાંથી જેન ઉન્નતિને અન્ન આવ્યું. ૪ અવનતિ 1. હિન્દુધર્મના ભરતીને બળે જેનધર્મને ઓટ થયો છે. મહાવીરસ્વામીના સમયથી જ જૈનધર્મને બે પ્રતિસ્પર્દાઓ સામે યુદ્ધ મચાવ્યે જવું પડ્યું છે. વૈદિક બ્રાહ્મણધર્મની વિરૂદ્ધ અને બૌદ્ધધર્મની
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy