SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) ભારતવાસી અનન્તને માને છે. એ માને છે કે જગત શાશ્વતકાળથી શાશ્વતકાળ સુધી રહે છે. એ માને છે કે કાં તે (જેનો માને છે તેમ) એ સરજાતું ય નથી ને નાશે ય પામતું નથી, અથવા કાં તે (હિન્દુઓ માને છે તેમ) એ સરજાય છે ને નાશ પામે છે એ વાત ખરી, પણ તે માત્ર એક જ વાર નહિ, પણ જુગ જુગે એમ ને એમ થયા કરે છે. વળી તેઓ માને છે કે મુકિતને માટે જ્યારે ગ્યતા પ્રાપ્ત થાય ત્યારે તે મળે છે; કાળને અમુક સમયે જ મળે છે એવું કંઈ નથી. ' પારસીઓ તેમજ મુસલમાને માને છે કે જગતનું નાટક એક જ વાર ભજવાય છે. ખ્રિસ્તિઓ માને છે કે જગત્ અમુક સમય સુધી જ ચાલે છે અને શૂન્યમાંથી તથા મનુષ્યપતનથી શરૂ થાય છે, ક્રાઈસ્ટના આત્મસમર્પણથી દિશા બદલાય છે અને છેવટે ન્યાય તથા ક્રાઈસ્ટનું શાશ્વત રાજ્ય આવી સને અન્ત આવે છે. આધુનિક વિકાસને અને વર્જનને માને છે અને તેમાં પણ ઍડવર્ડ હાર્ટમાન (Edward v. Hartmann) જેવા નિરાશાવાદી માને છે કે જગતપ્રવાહ તે કઈ અચેતન દેવની વૃત્તિઓને ઇતિહાસ છે અને એ દેવ પ્રયાસ કરતે કરતે અશુભમાંથી શુભ તરફ જતે જાય છે. વ્યકિતત્વને નાશ કરે એમાં જ કલ્યાણ છે એમ ભારતવાસી માને છે. જૈન માને છે કે જીવને પિલ્ગલિક આવરણમાંથી મુકત કરવાથી તે શુદ્ધ થાય છે, ને ત્યારે તેની વ્યકિતગત વિશિષ્ટતા કશી રહેતી નથી; સ તીર્થંકરે એકમેક સરખા જ છે, માત્ર તેમની પાદુકા ઉપરનાં ચિહ્નોથી જ, અમુક પ્રતિમા ક્યા તીર્થંકરની છે તે જાણી શકાય. ધાર્મિક હિન્દુ માને છે કે ઈશ્વરની કૃપાથી મુકિત મળે, ત્યારે ઈશ્વરના નિરાનુરાગ પ્રતિબિમ્બ રૂપે બની રહેવાય, વેદાન્તી બ્રહ્મને જાણે છે ત્યારે તે એમાં ભળી જાય છે, બુદ્ધના અહમ-ભાવનું મિથ્યાજ્ઞાન તેના નિર્વાણુમાં ટળી જાય છે. પશ્ચિમની ભાવના એથી વિરૂદ્ધ છે. એ પિતાના વ્યકિતત્વને નાશ થવા દેતી નથી, પણ ગમે તે આ જીવનમાં, ગમે તે ઉચ્ચતર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy