SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૫૦) સન્ત નિર્વાણ પામેલા ગણાય છે. મેં તીર્થોમાં આ વિશેષ પવિત્ર છે એમ અનેક જૈનો માને છે. “શત્રુંજયને સ્પર્શમાત્રથી મહાપાપી પણું સ્વર્ગ પામે છે, પુણ્યશાળી લેકે શેડા જ વખતમાં મેક્ષ પામે છે. શત્રુંજય તરફ જતાં એકેક પગલે સહસ્ત્રકટી ભવમાં બાંધેલા પાપથી માનવી મુક્ત થાય છે.” ગિરનાર અને શત્રુંજય એનાં સુન્દર મન્દિરને માટે પણ પ્રખ્યાત છે, પણ તે કારણે તે એમના કરતાં ય વધારે પ્રખ્યાત રાજપુતાનામાં આવેલ પવિત્ર આબુગિરિ છે. એ પર્વત ઉપર દેલવાડા નામે સ્થળે સૌથી સુન્દર મન્દિરે છે અને એ પ્રકાણ્ડ ભવ્ય મન્દિરે સફેદ આરસપહાણનાં બાંધેલાં છે. શેઠ વિમલશાએ ૧૧ મા સૈકામાં અને વસ્તુપાલ તેજપાલ નામે બે ભાઈઓએ ૧૩ મા સૈકામાં એ મન્દિરે બાંધેલાં છે. ત્યારપછી બીજા તીર્થકરે જ્યાં નિર્વાણ પામ્યા હોય તે તીર્થસ્થાને પણ મહત્ત્વનાં છે. ૧૨ મા તીર્થંકર વાસુપૂજ્ય બિહારમાં આવેલી ચમ્પાપુરીમાં (વર્તમાન ભાગલપુરમાં) નિર્વાણ પામ્યા હતા. તે જ પ્રદેશમાં આવેલી પાવાપુરીમાં મહાવીર નિર્વાણ પામ્યા હતા અને ત્યાં આજે પણ એમની તેમજ એમના શિષ્ય ગતમની અને સંધર્મની પાદુકાઓ છે. વળી તેજ પ્રદેશમાં આવેલા રાજગૃહમાં મહાવીરના તેમજ ૨૦ મા તીર્થકર મુનિસુવ્રતના જીવનની અનેક ઘટનાઓ બનેલી, તેના સ્મરણમાં અનેક જાત્રાળુ જાત્રા કરવા ત્યાં જાય છે. બનારસ, અયોધ્યા, (દિલ્હીની ઈશાને પ૬ માઈલ ઉપર આવેલું ) હસ્તિનાપુર અને ક્ષત્રિયકુંડ વગેરે જે નગરમાં તીર્થકરે જન્મ પામેલા ત્યાં પણ શ્રદ્ધાળુ જાત્રા કરવા જાય છે. જે સ્થળે તીર્થકરેની અને સન્તની અસાધારણ અને તેથી આશ્ચર્યજનક પ્રતિમાઓ હેાય છે તે સ્થળે પણ જાત્રા જવા માટે પ્રખ્યાત થયા છે. આમાંનાં કેટલાંકનું વર્ણન તે પૃ. ૪૦૩ ઉપર કર્યું જ છે. - જ્યારે કેઈને જાત્રાએ નીકળવાની ઈચ્છા થાય છે, ત્યારે નીકળતા પહેલાં ઉપવાસ, ધ્યાન વગેરે કરીને એ ધાર્મિક કાર્ય માટે ગ્ય થવાની તૈયારી કરે છે. ખુદ જાત્રાએ જતી વખતે માર્ગમાં પણ એણે અમુક નિયમ (છ રી) પાળવાના હેય છે; એનાથી દિવસમાં એક જ વાર ખવાય, સચિત્તને ત્યાગ કર પડે, ભોંય ઉપર જ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy