SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) પણ બર્થોલ્ડ લાઉફર (Bertold Loafer) જણાવે છે એમ એમણે અગ્રેસર ભાગ ભજવ્યું છે કે કેમ તેનાં હજી પ્રમાણે મળવાં બાકી છે. જિનપ્રતિમાઓ મેટે ભાગે પત્થરની (આરસ-મર્મરની) અથવા ધાતુની બનાવેલી હોય છે. વળી કઈ કઈવાર પંચ ધાતુની હોય અને તેમાં રૂપાને ભાગ વધારે હોય છે. તીર્થ કરને પદ્માસનમાં એટલે કે પલાંઠી વાળેલા પવિત્ર આસનમાં બેસાડેલા હોય છે, દરેક પગના અંગુઠા સ્થિર હોય છે, પગનાં તળી ચતા વાળેલાં અને બીજા પગના ઢીંચણની અંદર દબાવેલાં હોય છે. હાથ મેળામાં મૂકેલા હોય છે અને ડાબા ઉપર જમણે રાખેલ હોય છે. દિગમ્બરની મૂત્તિ ઉભી પણ હોય છે અને ધ્યાનમગ્ન હોય છે. દિગમ્બરની મૂતિઓ નગ્ન હોય છે, વેતામ્બરની મૂર્તિઓને સુવર્ણના ને રનના અલંકાર હોય છે. દિગમ્બરોના જિન પિતાની આંખ નીચી રાખે છે, “વેતામ્બરના જિનની આંખ ખુલ્લી હોય છે અને કાચ અથવા મણિની બનાવેલી હોય છે. | તીર્થકરની પ્રતિમાનું નિર્માણ કરવામાં એમના શરીરના અને તેને અનુસરીને તેના પ્રત્યેક અંગના પરિમાણ વિષે સૂમ વિધિ આપેલા છે અને પ્રતિમાનું નિર્માણ કરનાર કારીગરે એ વિધિ પૂરેપૂરા પાળવાના છે. પ્રતિમાને કે દેખાવ આવે જોઈએ તે વિષેનું વિગતવાર વર્ણન શાસ્ત્રગ્રન્થમાં આપેલું છે. પપાતિક સૂત્રમાં મહાવીરની પ્રતિમાનું વિગતવાર વર્ણન છે, અને તેમાં કારીગરને જોઈતી અનેક સૂચનાઓ આપેલી છે. તેમાંથી છેડે મહત્વને ભાગ અત્રે ઉતારૂં છુંઃ “જિનની રોટલી ઉન જેવી નરમ, કાળી, શું છળાંવાળી, માથા ઉપર છત્ર જેવી હોય; કાન લાંબા, સુરેખ અને બેઠેલા, ગાલ ભરાવદાર; નાક ગરુડની ચાંચ જેવું લાંબુ હોય; હોઠ એકમેક ઉપર લાગેલા હોય; છાતી ઉપર શ્રીવત્સ ચિન્હ હોય; પછવાડેની કરેડ દેખાય નહિ. નાભિ ઉઠે બેઠેલી અને જમણી બાજુથી નમતા પાણીના વમળ જેવી હોય; ૫૧
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy