SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૮) - - વિધિઓ પાળવામાં મનુષ્યની નિર્બળતા અને દાસીયને કારણે મુકેલીઓ ઉભી થાય છે, પણ તે મનુષ્ય અમુક સંઘની વ્યકિત હોય તે તે જ કારણે તે મુશ્કેલી ટળી જાય છે. માનસશાસ્ત્રના આ નિયમને અનુભવે જૈનોએ, બીજાના અનુયાયીઓની પેઠે, પિતાના વિધિ સર્વસામાન્ય, વ્યવસ્થિત બનાવ્યા છે અને તેમને પાળવા માટે અમુક સ્વરૂપ એજ્યા છે. નિર્બળ શકિતઓવાળે ભકત પિતાના ઈષ્ટદેવનું અનુકરણ કરે, તેને અનુરૂપ થવાની ઈચ્છાએ તેને આદર્શ માની સાધના સાધે, ગુરૂ માની પૂજા કરે, અને તેના પ્રેમમાં પિતાના હૃદયનું સમર્પણ કરે એવા ઈષ્ટદેવના અષ્ટાન્તથી એ ભકતના હૃદયમાં જેવી શ્રદ્ધા પ્રેરાય, એવી શ્રદ્ધા બીજા કશાથી પ્રેરાય નહિ એ અનુભવસિદ્ધ છે. જેનોને એ અપ્રાપ્ત પણ સુપ્રાય આદર્શ સંસારત્યાગી છે, જેણે રાગદ્વેષને જીત્યા છે, જેણે માયાને જીતી છે અને તેથી જે કેવળી થયા છે એવા પરિપૂર્ણ તે એમને આદર્શ છે. જે મનુષ્ય સમસ્ત કર્મને સંપૂર્ણ ક્ષય કર્યો છે ને જે નિર્વાણ પામ્યા છે અને તેથી જેને સૌ પૂજે છે એ જ માત્ર સાચા દેવ છે. કારણકે પછી તેમને જીવના નિયમ લાગુ પડતા નથી. જે કેવલી છે, તેની કીર્તિ જગતમાં પ્રસરી રહી છે, કારણ કે તે કષાયથી ને પાપથી મુકત થયા છે. જીવમાત્રને જે ધર્મજ્ઞાન આપે છે, તેની જ દેવરૂપે ને શ્રેષ્ઠ ગુરુરૂપે સ્તુતિ થાય છે. આવા જિનની અને ધર્મોપદેશકની ખુદ દેવે પણ પૂજા કરે છે, અને એ એકલા જ મનુષ્યના સંસારત્યાગી આદર્શ થવાને અને તેને નિર્વાણના માર્ગદર્શક થવાને પાત્ર છે. જે ભકત એવા આદર્શને નિત્ય દષ્ટિ સમીપ રાખે છે, તેને અનન્ત સદ્દગુણમાં અને મહિમામાં સદા લીન રહે છે, તે એથી પ્રેરાય છે, ઉચે ચડે છે, ધીરેધીરે પણ નિશ્ચય પોતાના અડદની સમીપ જાય છે, તેના જેવું થતું જાય છે અને અન્ત તેના જે થવાની આશા રાખી શકે છે. સુન્દર સ્ત્રીના દષ્ટિપાતથી નેહની લાગણી જાગે, મિત્રને જેવાથી મિત્રતાની લાગણી જાગે,
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy