SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૪) - શિબિકામાં બેસાડે છે, શિષ્ય એમને ઉચકી લઈ જાય છે, ચારે બાજુએ શિષ્યમંડળી વીંટાઈ વળે છે, સંઘની ભોજનશાળાને દરવાજે એ મહાધિપતિ ઉતરે છે, ત્યાં નાતના ઝગડાના ચુકાદા આપે છે અને જેને વાંક માલમ પડે છે તેને સજા કરે છે અથવા તે નાતબહાર કરે છે. આ ઉપરથી જણાઈ આવે છે કે એ લેક પોતાના શિષ્યો ઉપર જે સત્તા ભેગવે છે તે અતિશય ભારે છે અને બીજા અનેક હિન્દગુરૂઓની નબળી પડતી સત્તાના મુકાબલામાં અતિશય તીવ્ર છે.” આ પ્રકારના મહાધિપતિ જુદે જુદે સ્થળે હોય છે. કરકાલના મઠના મહાધિપતિ ઈ. સ. ૧૯૦૭ માં નિતીર્તિ મા વાવાર્ય વનિચસ્વામિનાતુ હતા. એ રાતું સોનેરી વસ્ત્ર પહેરે છે, રાતી સેનેરી પાઘડી પહેરે છે અને મેરનાં પીછાંને સેનેરી હાથાને રણે રાખે છે. આગળ જણાવ્યું છે એમ દિગમ્બરમાં પણ સાધ્વીઓ હોય છે પણ તે નગ્ન રહેતી નથી. આ આર્યાઓ ( હિન્દીઃ અજિંકા, દક્ષિણ ભારતમાં અત્યંગણે કહેવાય છે) યુવતિઓ કે વિધવાઓ કે જેમને પિતાના પતિએ છાંવ હોય એવી સ્ત્રીઓ હોય છે. તેઓ ૧૧ મી પ્રતિમાએ ચડેલી શ્રાવિકાઓ હોય છે, પિતાના વાળ પિતે ચુંટી નાખે છે, રાતી “સા' પહેરે છે ને મારપીંછાને રજેણે ઝાલે છે. સમ્પ્રદાયો. પ્રાચીન કાળના વિચ્છેદ જૈનધર્મ એ એક સમસ્ત ધર્મસંઘ નથી, પણ તેનાં અનેક સમ્પ્રદાય છે. એ ધર્મમાં વિચ્છેદ બહુ પ્રાચીન કાળથી જ પડવા માંડેલા. શ્વેતામ્બરમાં જ ૮ જુદા વિચારવાળા (નિવ8) થયેલા છે અને તે પણ પ્રાચીન કાળમાં થયા છે. એમાંના બે તે ખુદ મહાવીરના જીવનકાળના છે, એમના મત સામે પ્રથમ વિરોધ કરનાર તે એમને જ જમાઈ હતે. એણે તીર્થંકરની સામે એ મત ઉભો કર્યો
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy