SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) દુષમા. હાલ આપણે દુષમામાં છીએ. એ ૨૧૦૦૦ વર્ષ ચાલવાને છે અને એનું મુખ્ય લક્ષણ તે એ છે કે દરેક વસ્તુની સ્થિતિ આ આરામાં અશુભ થતી જ જાય છે. જળ વાયુ અશુદ્ધ થતા જાય છે, દેશના મેટા વિસ્તારમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ થતી જાય છે, ભયંકર દુષ્કાળ પડે છે, મનુષ્ય બહુમાં બહુ ૧૦૮ વર્ષ જીવે છે અને બહુમાં બહુ ૭ હસ્ત ઉંચે (આરાના પ્રારંભમાં) થાય છે, આચારવિચાર ભ્રષ્ટ થતા જાય છે, પૃથ્વી ઉપર અત્યાચાર પ્રવર્તે છે એટલે કે બળિયે નબળીને ખાય છે, છળકપટ ને પાપપ્રપંચ વધે છે, વ્યભિચાર ને સંકરતા વધે છે, માંસાહાર સર્વસામાન્ય થઈ પડે છે, લેભ અને વેર વધે છે. રાજા પ્રજાને પીડે છે, યુદ્ધ કરીને ધરતીને રસાતળ કરે છે, ગામને ને નગરને શમશાન જેવાં કરી મૂકે છે. ( દરેક ૧૦૦૦ વર્ષે નામે ભ્રષ્ટ રાજા થાય છે, તે સાધુજનને પીડે છે; દરેક ૫૦૦ વર્ષે કપાશ્ચ થાય છે.) મિથ્યાત્વ અને દંભ વચ્ચે જ જાય છે અને છેવટે સમ્યકત્વને લેપ થાય છે. દુષમાનું અશુભ બળ ધીરે ધીરે વધારે જામતું જાય છે. છેલ્લા તીર્થકરના ઉપદેશની અસર હવાથી શરૂઆતની સ્થિતિ બહુ ખરાબ નથી અને આજે આપણે એ આરાના પહેલા સપ્તમાંશમાં છીએ, એટલે માણસથી ન સહેવાય એવી સ્થિતિ હજી થઈ નથી; પણ અવનતિ અનિવાર્ય છે, કારણ કે જગતને ધર્મ-. માગ દેખાડનાર કેઈ તીર્થકર આ અરમાં થનાર નથી, તેમજ લોકને પ્રબળ હાથે વ્યવસ્થામાં રાખી શકે એવા ચકવતી, બલદેવ કે વાસુદેવ પણ થનાર નથી. જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વળી નિર્વાણ પણ પામ્યા એવા ધાર્મિક પુરૂષે આ અરના માત્ર આરંભમાં જ થયા અને તે સૈ તીર્થકરના શિષ્ય પ્રશિષ્ય હતા અને એમના નિર્વાણ પછી પણ જીવતા હતા. | તીર્થંકરના સૌથી મોટા શિષ્ય શૈતમ ઇન્દ્રભૂતિ હતા. એ વિદ્વાન બ્રાહ્મણ હતા ને તેમને તીર્થકરે જૈનધર્મમાં લીધા હતા. એમની કથા એવી છે કે એ પશુયજ્ઞ કરતા હતા, ત્યારે એમને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy