SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૬) ભાવી તીર્થકરના જન્મનું સૂચન થયું. દેના રાજા ઈન્દ્ર જ્ઞાન વડે આ જોયું, ત્યારે એણે વિચાર્યું કે “સર્વે તીર્થકર, ચકવતી, બલદેવ અને વાસુદેવ ભૂતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ કાળે ઉચ્ચ કુળને વિષે અવતર્યા છે, અવતરે છે અને અવતરશે, તેથી કરીને ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં અવતરે એ કઈ રીતે ગ્ય થતું નથી. આથી કરીને એણે પિતાની પદાતિસેનાના નાયક હરિણગમષીને બોલાવી બ્રાહ્મણ દેવાનન્દાની કુખમાંથી ગર્ભ લઈને ક્ષત્રિયાણું ત્રિશતા ની કુખમાં મૂકી આવવાની આજ્ઞા કરી. એ ઉપરથી હરિણગમૈષી દેવાનન્દા પાસે ગયે, તેને અવસ્થાપિની નિદ્રા આપીને તેની કુખમાંથી ગર્ભ કાઢી લીધો. ત્યાંથી ક્ષત્રિય સાથ ને ત્યાં ગયે, તેની સ્ત્રી ત્રિશલાને અવસ્થાપિની નિદ્રા આપીને તેની કુખમાં મહાવીરને ગર્ભ મૂકી દીધે; અને ત્રિશલાને પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાની કુખમાં મૂક્યો. ત્યાંથી પછી પાછે એ સ્વર્ગે ચાલ્યો ગયો. હવે દેવાનન્દાને ગર્ભ લઈ લીધે ને તે ત્રિશલાને આપે એ દેવાનન્દાના પૂર્વભવના કર્મનું ફળ હતું, તેને વિષે કથા એવી છે કે “દેવાનન્દા પૂર્વભવે ત્રિશલાની જેઠાણ હતી ને તેવારે પોતાની દેરાણુને રત્નને કરંડીએ એણે ચારી લીધું હતું. તે પાપના ફળરૂપે આ ફેરફાર થયે હતે.” મહાવીરને ગર્ભ ત્રિશલાની કુખમાં ગયા પછી, ત્રિશલાને પ્રખ્યાત ૧૪ સ્વપ્ન આવ્યાં ને ૯ માસ ને ૭ દિવસે શુભ મુહૂર્ત ને શુભ લગ્ન બાળક અવતર્યો. માતા ગણિી હતી ત્યારે માતાપિતાની કીતિ ને સંપત્તિ વધી હતી તેથી એમનું નામ વર્ધમાન પાડ્યું. રાજકુમારને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંડ્યું. શરીરની ને મનની શક્તિઓ એ દીપવા લાગ્યા. હજી તે એ બાળક હતા એવામાં ઇલેકમને કોઈએક દેવ એમની સાથે યુદ્ધ કરવા આવ્યું, તેને એમણે પરાજય પમા વ્યો આથી એમનું નામ મહાવીર પડયું. વળી બ્રાહ્મણને વેશ લઈને ઈન્દ્ર આવ્યા અને એમને કેટલાક કઠણ પ્રશ્ન પૂછ્યા. નિશાળમાં હજી તે એ વિષ શીખ્યા નહોતા, છતાંયે એમણે એ પ્રશ્નના યથાસ્થિત ઉત્તર આપીને સૌને છઠક કરી નાખ્યા. દીક્ષા લેવાનો નિશ્ચય તે છેક
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy