SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) નેવયો હતો, તેથી એ સીતાનું હરણ કરી ગયે. એને પાછી લાવવાને રામે વિદ્યાધરની સેના એકઠી કરી. વિદ્યારે પિતાના નરધ્વજને કારણે વાનર નામે ઓળખાતા હતા. એમના રાજા નુગ્રીવ અને હનુમાનની સહાયતાથી રામે લંકા લીધી; રાવણને લક્ષમણે મારી નાખે, રાવણ નરકમાં ગયે. ત્યારપછી પિતાને શરણે આવેલા રાવણના ભાઈ વિભીષણને રામે લંકાનું રાજ્ય સેંચું બને છેડાવેલી સીતાને તથા પિતાના સાથીઓને લઈને અયોધ્યા બાવ્યા. અહીં પિતાની આંખની સુન્દર ચન્દ્રપ્રભા સમી સીતાને પડખે રાખી પ્રભાવશાળી રાજ્ય ચલાવ્યું. પિતાની શક્ય ચિત્રલેખાની પ્રાર્થનાથી એકવાર સીતાએ રાવણના પગનું ચિત્ર કાઢયું. આથી રામને કોઈએ સૂચન કર્યું કે “સીતાએ રાવણના સહવાસમાં જે સુખી ઘીઓ ગાળેલી તે હજી એ યાદ કરે છે.” આ અને બીજા નિર્દોષ પ્રસંગને આગળ ધરીને નિન્દાપ્રિય લોકેએ સીતાને માથે અપવાદ મૂકવા માંડ્યા. રામને એથી બહુ દુઃખ થયું અને એ સમયે સીતા ગર્ભવતી હતી છતાં એને વનવાસ આપવાની ફરજ પી. સીતા વનવાસમાં એકલી રહી ને યાં અનંતવ અને મદ્રનાદૃશ નામે બે પુત્રને જન્મ આપે. એક જૈન પંડિતે એ બેને સમસ્ત વિદ્યાઓ અને કળાઓ શીખવી. મોટા થતાં એ બંને બળવાન વીર થયા ને જગને દિગ્વિજય કરવા નીકળ્યા. અત્તે રામની સામે પણ એમણે યુદ્ધ માંડ્યું. પિતા-પુત્રે એકમેકને ઓળખી લીધા ને પછી સીતાને પુષ્પક વિમાનમાં બેસાડે અયોધ્યામાં આવ્યું. સીતાએ અગ્નિપરીક્ષાએ પિતાની નિર્દોષતા વિષે પિતાની સમસ્ત પ્રજાની ખાત્રી કરી આપી ને પછી સાધ્વી થઈ. ત્યારપછી લક્ષ્મણ મરણ પામ્યા ને નરકમાં ગયા. પિતાના ભાઈને વિયેગને દુઃખે રામે સંસારને ત્યાગ કર્યો અને શત્રુન, સુગ્રીવ, વિભીષણ અને બીજાઓ સાથે દિક્ષા લઈ પિતે નિર્વાણ પામ્યા.૮ નમિ ૨૧મા તીર્થંકર મિથિલામાં રાજા વિના અને તેની રાણું વાને ત્યાં જમ્યા. જ્યારે એ ગર્ભમાં હતા, ત્યારે એમના પિતાના નગરને ઘેરનાર શત્રુઓને નગરમાંથી બહાર નીકળેલા લશ્કરના
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy