SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭૭) ધર્મોપદેશ દીધો અને ૭૨૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે મેતશિખર ઉપર ઋષભના વિવણથી ૫૦ લાખ ક્રોડ સાગરેપમે નિર્વાણ પામ્યા. અજિતનાથના પિતા જિતશત્રુના ભાઈ સુમિત્રવિનયન અને તેની સ્ત્રી ગોમતીના પુત્ર સાર તે ૨ જ ચક્રવર્તી થયા? અજિત જ્યારે સાધુ થયા, ત્યારે એમને રાજા બનાવ્યા, એમણે રાજ્ય એવા પ્રભાવથી ચલાવ્યું કે સમસ્ત ભરત એમના અધિકાર નીચે આવ્યો. એ ચક્રવર્તીપદે અભિષિક્ત થયા. સગરને ૬૦૦૦૦ પુત્ર હતા. એકવાર મેટી સેના સાથે એ સૌ દેશમાં ફરવા નીકળ્યા, અને અષ્ટાપદ પર્વત ઉપર ભરતે જે મણિમાણિજ્યમય દેવાલય બંધાવ્યું હતું ત્યાં ગયા. સૌથી મોટા ભાઈ નંદુએ દેવાલયને ધનભંડાર જે, એને ભય લાગે કે મનુષ્યની નીતિભાવના બગડતી જાય છે તેથી ભ્રષ્ટલેક વખતે એ ધનભંડાર લૂંટી લેશે. તેથી તેના તેમજ ચિત્યના રક્ષણને અર્થે તેની ફરતી એક ઉંઘ ખાઈ કરવાને પોતાના ભાઈઓ સાથે એણે નિશ્ચય કર્યો. દંડરત્નની સહાયતાએ પૃથ્વીને ઘણું ઉંડાણ સુધી ખાદી. તેથી પૃથ્વીની નીચે વસતા નાગકુમારદેવેનાં ધામ ભેદાયાં. નાગરાજ જહુ ઉપર ક્રોધે ભરાયે, પણ એના ભાઈઓએ પિતાને શુભ હેતુ તેને સમજાવ્યું ત્યારે તેણે તેમને ક્ષમા આપી, પણ પાછી જહુએ એ ખાઈ ગંગાજળથી ભરી કાઢી અને એમ કરીને નાગકને વિશેષ દુખ દીધું, તેથી નાગરાજ વળી કોધે ભરાયે ને એણે પિતાની સેનાને મેકલી. એ સેનાએ પિતાની વિષઢષ્ટિથી એ ૬૦૦૦૦ ભાઈઓને બાળીને ભસ્મ કરી નાખ્યા. ભય પામતા સગરના માણસે તેમની પાસે પાછા આવ્યા પણ આ ભયંકર સમાચાર કેવી રીતે દેવા એ વિષે વિચાર કરવા લાગ્યા. માર્ગમાં એક બ્રાહ્મણ તેમને મળેલ હતું. એણે એ કામ કરવાનું પોતાને માથે લીધું. એક મરેલો છેક લઈને એ રાજા પાસે ગયે અને એને જીવતે કરવાની સગરને પ્રાર્થના કરી. સગરે એ વિષે એક વૈદ્યને અભિપ્રાય પૂછયો. વેવે કહ્યું કે “જે ઘરમાં કઈ મૃત્યુ થયું ન હોય તે ઘરમાંની ભસ્મ મળે તે કંઈક બની શકે, પણ એવી ભસ્મ લાવવાનું બની શકે એમ નહોતું, તેથી મૃત્યુ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy