SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ WHAT ( ૨૭૩) મનુષ્યમાં વિષમતા આવી, નાતજાત ઉભી થઈ તેમજ ધનસમ્પત્તિ આવી, વળી ધનસમ્પત્તિને માટે લેભ આવ્યું અને બળ તથા હક્કની આવશ્યકતા ઉભી થઈ. કલ્પદ્રુમ હવે એકસાથે નિષ્ફળ થવા લાગ્યા અને મનુષ્યને ઉદરનિર્વાહ અર્થે કલહ કરે પડ્યો, જેથી એમણે પોતાની પ્રજાને કુંભારનું, દરજીનું, નાપિતનું, ચિત્રકારનું અને વણકરનું એ પાંચ કામ (શિલ્પ) શીખવ્યાં. એ પાંચ કામની આજ સુધી જરૂર નહોતી, કારણ કે કલ્પદ્રુમ નીચે જવાથી જીવનની આવશ્યકતાઓ મળી રહેતી અને પાછલા શુભ આરામાં મનુષ્યને વાળ અને નખ વધતા નહિ. વળી એમણે એમને ખેતી, વેપાર અને રાંધવાની કળા શીખવી. મનુષ્ય જોયું કે સૂકાં લાકડાં ઘસ્ય સળગી ઉઠે છે, તેવી રીતે અગ્નિ ઉત્પન્ન થવાથી રાંધવાની કળાની શરૂઆત થઈ. એમણે બ્રાહ્મીને ૧૮ લિપિ શીખવી ને સુન્દરીને ગણિત શીખવ્યું, પુરૂષને એકન્દરે ૭૨ અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવી. રાષભે ૬૩૦૦૦૦૦ પૂર્વ સુધી પ્રભાવશાળી રાજ્ય ચલાવ્યું અને સંસારમાં સૈ જોઈ લીધું એટલે એમણે દીક્ષા લેવાને સંકલપ કર્યો. એમણે પોતાના પુત્રને રાજ્યના ભાગ વહેંચી આપ્યા. પુષ્કળ દાન કર્યું અને વિનીતા પાસેના સિદ્ધાર્થ નામે ઉપવનમાં જઈને દીક્ષા લીધી. આ અવસપિશુના એ પ્રથમ ભિક્ષુક (સાધુ) હતા. ત્યારપછી હજાર વર્ષ સુધી ચારિત્ર પાન્યા પછી રમતા નગરની પાસેના ઉપવનમાં કેવળજ્ઞાન પામ્યા. આથી આ અવસર્પિ માં પ્રથમ એજ તીર્થકરનું પદ પામ્યા ને તેથી એ શહેિનાથ પણ કહેવાણા. તેઓ ઉપદેશને માટે વિહાર કરવા લાગ્યા ને હજારો લેઓને સત્યધર્મમાં આણ્યા. આમ હજાર વર્ષે ઉણા એકલાખ પૂર્વ સુધી ધર્મોપદેશ કર્યા પછી એ ૮૪૦૦૦૦૦ પૂર્વના થયા ત્યારે ૧૦૦૦૦ સાધુઓને લઈને અષ્ટાપદ(રાસ) પર્વતને શિખરે ચઢ્યા. છ દિવસના ઉપવાસ પછી સમ્પર્ચ આસનમાં નિર્વાણ પામ્યા. તેમના મૃતદેહને દેએ મહા ઠાઠમાઠથી અગ્નિસંસ્કાર કર્યો અને એ રીતે અગ્નિસંસ્કારની પ્રણાલી દાખેલ કરી. ૩૫
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy