SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ( રમ) થાય છે. પછી દેવે એમની પૂજા કરવા દે આવે છે અને પ્રથમ એમને એ ધર્મને ઉપદેશ આપે છે. ત્યારપછી સર્વ જીને ધર્મને ઉપદેશ આપવા એ નીકળે છે. (વચરે છે.) તીર્થકર સાધારણ રીતે ભવ્ય સમવસરજીમાં (સભા મંડપમાં) બેસીને ઉપદેશ આપે છે. એ સમવસરણ દેવ મહાસમારમ્ભ એમને માટે ખાસ વિક છે. એ હેતુએ વાયુકુમાર એક જન ધરાતળ સ્વચ્છ કરે છે, મેઘકુમાર એના ઉપર સારી રીતે છંટકાવ કરે છે, વ્યન્તરે એના ઉપર કુલ અને મણિ વેરે છે. પછી દે એના ઉપર મંડપ બાંધે છે, એ મંડપ ગેળ કે ચરસ હોય છે. એમાં ત્રણ ભીત બાંધેલી હોય છે. પહેલી એટલે સૌથી અન્દરની વિમાનિકે રત્નમણિએ બાંધે છે, બીજી એટલે વચલી જતિષ્ક સુવણે બાંધે છે અને ત્રીજી એટલે સૌથી બહારની ભવનપતિઓ રૂપે બાંધે છે. દરેક ભીંતને મેતીએ શણગારેલાં ચાર ચાર દ્વાર હોય છે. વ્યક્તિએ બાંધેલી મધ્યમણિપીઠ ઉપર એક ચૈત્યવક્ષ હોય છે અને તેની નીચે વ્યાસપીઠ હોય છે, તે રત્નની હોય છે. આના ઉપર ચાર બાજુએ ચાર સિંહાસન ગોઠવેલાં હોય છે. દરેક ઉપર ત્રણ છત્ર ધરેલાં હોય છે, તેમની ચારે બાજુએ બે બે યક્ષ ચામર લઈને ઉભા રહેલા હોય છે અને તેમની સામે સુવર્ણપદા ઉપર સ્ફટિકમય ધર્મચક આવી રહેલું હોય છે. પછી પૂર્વ દિશાએથી તીર્થકર સમવસરણમાં પ્રવેશ કરે છે અને પૂર્વાભિમૂખે પૂર્વાણીના સિંહાસને બિરાજે છે. બીજાં ત્રણ સિંહાસને ઉપર તે જ સમયે તીર્થકરની પ્રતિમતિ દેખાય છે અને તેથી એ બધી દિશા તરફ એક જ સમયે નિહાળતા જણાય છે. ચારે બાજુએ નિયત કરેલે સ્થાને સમવસરણમાં લેક બેઠા કે ઉભા હોય છેઃ ભવનપતિએની, વ્યન્તરેની, જ્યોતિષ્કની અને વૈમાનિકેની સ્ત્રીઓ તથા સાધ્વીઓ ઉભી હોય છે, એ ચાર પ્રકારના દેવ, સાધુઓ, શ્રાવક અને શ્રાવિકાઓ બેઠાં હોય છે. એ બાર પ્રકારનાં સભાજનેને પછી તીર્થકર ઉપદેશ આપે છે. મધ્યસભામાં (બીજા ગઢમાં) તિર્યંચ ઉભા હોય છે અને બાહાસભામાં (ત્રીજા ગઢમાં) અનુચ (પાશ્વ) ને વાહને હોય છે. ચાર પ્રકારના દેવ દ્વાર ઉપર ચેક કરે છે.૪૩
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy