SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ એમ માન્યું કે બૈદ્ધધર્મમાંથી જૈન ધર્મને જન્મ થયે છે. પણ અન્ત ૧૮૭૯ માં યાકેબીએ બતાવી આપ્યું કે “આ છેવટની કલ્પના તે માત્ર નિરર્થક દેખાવ ઉપરથી અને આકસ્મિક સમાનતા ઉપરથી જ કરી લેવામાં આવી છે. યાકેબીએ નિશ્ચિત સાબિત કરી દીધું છે કે “જૈન અને શ્રેષ્ઠ એ બે એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મસંઘ છે અને મહાવીર તથા ગૌતમબુદ્ધ એ બે સમકાલિન ભિન્ન મહાપુરૂષ હતા.” અનેક પંડિતેના સમર્થ પ્રયત્નને પરિણામે જૈનધર્મના ઈતિહાસ અને પુસ્તક વિષેનું જ્ઞાન તે ખૂબ વિસ્તાર પામ્યું, પણ છતાયે એ ધર્મના હદય–તેના સિદ્ધાન્ત-સમ્બન્ધનું જ્ઞાન તેના શુદ્ધ સ્વરૂપમાં ઘણું વખત સુધી યુરોપમાં પ્રકટ થયું નહી. આ વસ્તુસ્થિતિનું મુખ્ય કારણ તે એ હતું કે ઘણાખરા સંશેધકેને ઝેક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ તરફ કરતાં પુરાતત્ત્વ અને ભાષાતત્વ તરફ વધારે હતું, અને વળી વધારે સબળ કારણ તે એ હતું કે શરૂઆતના સંશોધકોએ જૈન ધર્મના સિદ્ધાન્તનું જ્ઞાન પ્રતિસ્પદ્ધ બ્રાહ્મણધર્મનાં પુસ્તકમાંથી કંઈક અંશે અને જૈન ધર્મના ગ્રંથોમાંથી કંઈક અંશે પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણ ગ્રન્થમાં અસ્પષ્ટ અને જૈનગ્રંથમાં અવ્યવસ્થિત હકીકતે હેવાથી એ પ્રયત્ન સફળ નિવડેલા નહિ. તથાપિ ૧૯૦૬ માં આ અનિશ્ચિત સ્થિતિને અન્ન આવ્યું. એ વર્ષમાં ચાકેબીએ પછીના કાળના જૈન સિદ્ધાન્તના વ્યવસ્થિત ગ્રન્થને ઉમાસ્વામીના તત્ત્વાધનમસૂત્રઅનુવાદ કર્યો ને નિશ્ચિત જ્ઞાનક્ષેત્રમાં એક પગલું આગળ ભર્યું. આ પુસ્તકે પ્રથમ જ વાર જોન સિદ્ધાન્તના સમગ્ર ક્ષેત્ર ઉપર સ્વચ્છ અને સંપૂર્ણ દષ્ટિ આપી અને ત્યાં સુધી અન્ધારામાં રહેલા ઘણા મહત્ત્વના પ્રદેશ વિષેના જ્ઞાનની ગાંઠ ખેલી આપી. યાકેબીના શિષ્યોએ પિતાના ગુરૂને માર્ગે ચાલી અનેક દિશાઓમાં પ્રયાણ કર્યું છે. હાલમાં જેન–સંશોધન પશ્ચિમના ઘણાખરા દેશમાં, જો કે વિવિધ પરિમાણે થવા લાગ્યું છે. જર્મનીમાં (Deutschland=અં. જર્મનિ ) એ પ્રદેશમાં લેઈમાનને શિષ્ય રવ. હુઈટેમાન (W. .
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy