SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) શરીર ઉપર ચેળ થયાથી અસહ્ય વેદના થાય છે, તરસ લાગે છે ત્યારે તે છીપાવવા નરકની વૈતરણી નદીમાં બારીઆ મારે છે, પણ ત્યાં તે જળને બદલે સીસાને ચળકતો ધીકીકતે રસ હોય છે. વનમાં કઈ વૃક્ષ નીચે છાયા લેવા ફાંફાં મારે છે, ત્યારે તે વૃક્ષના પાન તીક્ષણ તલવારરૂપ બની એમના ઉપર પડે છે અને એમના હજારે ટુકડા કરી નાખે છે. વળી નરકવાસીઓ પિતાના ક્રોધના ને ખેદના બન્યા પિતાની વેદનાને અને પિતાના દુઃખને અને પાપને પરિણામે પિતાની ચિન્તામાં જે વધારે કરી મૂકે છે એને કો પાર આવે એમ નથી. પણ વળી આ દુઃખ એથી ચે ભયંકર તે એટલા માટે છે કે એ શરીરને અકાળે અન્ત નથી આવતું; કપાયેલા અંગ ફરી ફરીને ઉગે છે ને દુઃખ ખમવાને આખાં થાય છે, કારણકે જીવ પિતાના કર્મના ફળ ભેગવી રહે ત્યાં સુધી એના શરીરને નાશ થતું નથી અને કર્મની શકિત નાશ પામે-એટલે ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ વીતે–ત્યારે જ એ શરીર નાશ પામે છે. નરકવાસીઓનાં દુઃખની તુલનામાં તિર્યંચાનાં દુઃખ નરમ છે, અને છતાંએ ભયંકર તે છે જ. એકેન્દ્રિય જીવ રક્ષણ વિના કચરાઈ મરે છે. પૃથ્વીકાય જીવને ઘોડા હાથી પીલી નાખે છે, હળ ચીરી નાખે છે, જળપ્રવાહ ખેંચી જાય છે; જળકાય જીવને સૂર્ય બાળી નાખે છે, ઠંથી ઠરી જાય છે, તૃષાતુર પી જાય છે; અગ્નિકાય જીવને પાણી ઠંડા કરી નાખે છે. વાયુકાય જીવને વિવિધ દિશાએથી ઉઠતાં તોફાનેથી જમવું પડે છે, આકાશમાં વસ્તુએના વ્યાપારથી ને વીંઝણાના વીંઝાવાથી એમના શરીર નાશ પામે છે. વનસ્પતિકાય જીવને સૂર્ય બાળી નાખે છે, પાણી ભીંજવી નાખે છે, વાયુ સુકવી નાખે છે, બીજા છે તેને ઘસે છે, જડ મૂળથી છેદી નાખે છે ને નષ્ટ કરી નાખે છે. ૨, ૩, ૪, ૫ ઈન્દ્રિયવાળાં તિર્યને અનેક પ્રકારનાં દુઃખ ખમવાં પડે છે. તે જન્તને લોક ચપે છે ને પીલે છે, જુઆને અને જુઓને મારી નાખે છે, મધમાખેને મધના લેભી મારે છે, માછલાને લોક પકડે છે ને તાવડામાં તળે છે, પક્ષીઓને પણ એજ પ્રકારે મારી નાખે છે, પૃથ્વી ઉપરના તિર્યંચ છમાં નબળા હોય તેને જબરા ખાઈ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy