SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ . (૧૮) છે. દેવેને અને નરવાસીઓને આ દર્શન જન્મથી મળેલું હોય છે, પણ વિકાસ પામેલા તેમજ વિવેકશીલ મનુષ્ય અને તિર્યચેને ઉંચા આધ્યાત્મિક વિકાસને પરિણામે મળે છે. ૪ વતનઃ તે અપરિમિત, પ્રત્યક્ષ અને પરમ (કેવલીનું) દર્શન. દશનને આવરણ દેનાર કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ આ દર્શન પ્રાપ્ત થાય છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે. ૧ મતિજ્ઞાન, પાંચ ઈન્દ્રિયોથી અને મનથી મેળવેલું હોય છે. એના ચાર ક્રમ છેઃ ૪. ઝવ-પહેલી દષ્ટિ પડવી તે. “જોઉં છું કે કંઈક છે.” . ફુદ્દા–જાણવાની ઈચ્છાઃ “ આ મનુષ્ય છે કે ઝાડનું ઠંડું છે? તેને નિર્ણય કરીશ. ” - જ. વય-નિર્ણયઃ “મારે નિર્ણય છે કે એ વૃક્ષ છે, કાર- . યુકે વિના હાલ્ય એ ઉભું છે, એને શાખા છે, વગેરે.” ઘ. પU–“ પૂર્વે દેખેલા વૃક્ષના સ્મરણ સાથે આ વૃક્ષને સમાનતા છે, તેથી એના વિષેનું સાચું જ્ઞાન મને થયું છે.” ૨ શ્રુતજ્ઞાન શાસ્ત્ર સાંભળ્યાથી કે વાંચ્યાથી મળેલું હોય તે. ૩ અષાન, ઈન્દ્રિોની સહાયતા વિના પદગલિક પદાર્થો વિષેનું મળેલું જ્ઞાન. દેવને તથા નરકવાસીઓને આ જ્ઞાન જન્મથી મળેલું હોય છે, પણ ( એ જ પ્રકારના દર્શન પેઠે ) ઉંચા પ્રકારના વિકાસથી બીજાઓને પણ પ્રાપ્ત થાય છે. ૪ મન:પર્યાવસાન ઇન્દ્રિયદ્વારની સહાયતા વિના બીજાના વિચારે જાણી લેવા તે. ઉંચા પ્રકારને વિકાસ પામેલા મનુષ્યોને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૫ વરસાર અપરિમિત, પ્રત્યક્ષ અને પરમ જ્ઞાન. એ માત્ર પરિપૂર્ણ પુરૂષને જ પ્રાપ્ત થાય છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy