SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧ ભૂમિકાજેન લેક, પિતાના નામના અર્થ પ્રમાણે અમુક જિને એટલે કે વિજેતાઓના અનુયાયી છે. એ જિને મહાવિરકત પુરૂષે હતા, એમણે બધાં પ્રકારનાં દુઃખ ઉપર વિજય મેળવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને ભવસાગરના દુઃખમાંથી મુકત કરનાર તથા શાશ્વત નિર્વાણપદનું ઉત્તમ સુખ આપનાર ધર્મજ્ઞાનને ઉપદેશ કર્યો હતે. ગૌતમબુદ્ધ ( નિર્વાણ ઈ. પૂ. ૪૮૦ના અરસામાં) પહેલાં સેંકડે વર્ષ ઉપર ઉત્તરભારતમાં જૈનધર્મ જન્મ પામ્ય, અને ધીરે ધીરે એ દ્વીપકલ્પના છેક દક્ષિણ ભાગ સુધી પ્રસર્યો. કેટલાક સમય સુધી એ ખૂબ ફાલ્યોકુ, વિશાળ પ્રદેશની વસતિના ધાર્મિક વિચારે ઉપર અને ઉત્કૃષ્ટ જીવન ઉપર એણે ખૂબ પ્રભાવ પાડ્યો, પણ પછી ફરી બળવાન થતા હિન્દુ ધર્મ અને બળાત્કારે પ્રવેશતા ઈસ્લામ ધર્મ આગળ એને નમતું આપવું પડ્યું, પોતાનાં અનેક સ્થાનેથી એને વિદાય લેવી પડી અને પશ્ચિમમાં તથા દક્ષિણમાં ૫ માથી ૧રમા સૈકા સુધી જે પ્રધાનસ્થાન એ ભેગવતે હતું તે સ્થાન એનું ગયું; અને છતાં આજે ય એના અનુયાયીઓ સમસ્ત ભારતમાં વિસ્તરેલા છે. એમની સંખ્યા છે તે છે, પણ પિતાના સંસ્કારથી, સામાજિક સ્થિતિથી અને ધનસમ્પત્તિથી તેઓ જેવી તેવી સત્તા ભેગવતા નથી. જેનેના સમ્બન્ધમાં આવનાર યુરેપિયન, સિકન્દરના સમયમાં ભારતમાં આવનાર ગ્રીકે અને આડેખન (Dia dochen) સૌથી પ્રથમ હેય એમ જણાય છે. પણ આ સમયનું જૈન વિષેનું કશું વર્ણન આપણને મળી આવતું નથી. ગ્રીક ઈતિહાસકારેએ “નગ્ન જ્ઞાનીઓ”નું જે વર્ણન આપ્યું છે તે જૈન દિગમ્બર સાધુએનું હોય એમ સંશોધકો ધારે છે, પણ તે સાચું લાગતું નથી. એ વિષે ક્રિશ્ચિયન લાસન ( Christian Lassen) જણાવે છે કે “પ્રાચીન લેખકે જે નિશાનીઓ આપે છે, તે ઉપરથી તેમના
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy