SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) દશાઓમાં રહેલી વિચિત્ર વિવિધતાઓ, તેમના જીવનસંબંધ અને તેમનાં સંચિત એ સે તેમનાં પૂર્વભવમાં કરેલાં કર્મને આધારે છે, એમ ભારતવાસીઓ માની શકે છે અને વળી એ જ શ્રદ્ધાને બળે નીતિમય જીવન ગાળવાને હેતુ એને સ્પષ્ટ સમજાય છે તથા કર્મને ત્યાગ કરવાની અને એમ કરીને પુનર્જન્મના ભવસાગરમાંથી મુક્ત થવાની ઇચ્છા કરી શકે છે. ભારતવાસીઓનાં જુદાં જુદાં તત્ત્વદર્શનમાં કર્મનો સિદ્ધાન્ત વિષે જુદા જુદા મત છે. ઘણાખરા હિંદુઓને મતે કમ એ અલોકિક અદષ્ટ શક્તિ છે, એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે આ શકિત આત્માને વળગેલા સૂક્ષ્મ દેહરૂપે અવિકારી સાત્વિક પડરૂપે જાય છે, પણ સર્વ પ્રાકૃતિક તોથી અસ્પષ્ટ રહેલા આત્માને એ ચેટતી નથી. જૈનો કમને સંપૂર્ણ સ્વતંત્ર તત્વ માને છે. એમને મતે એ પુાત છે અને જીવમાં જડાયેલા સૂક્ષ્મ પુદ્ગલનું સ્પષ્ટ થયેલું પરિણામ છે. જેમ કે માણસ ઔષધની ગેળી લે, ત્યારે તે ગળી એના પેટમાં જઈને વિકાર કરે, તેમ આ સૂક્ષ્મ કમ–પુદ્ગલ પણ જીવને લાગીને અનેક પ્રકારના વિકાર કરે છે. જીવ અને કમને સંબંધ અનાદિ અને વસ્તુસ્થિતિને સ્વાભાવિક નિયમે અનન્ત છે. જીવ કેઈપણ કાર્ય કરવા માંડે કે તુરત જ તેજ આકાશપ્રદેશમાં રહેલા કર્મપરમાણુ એને વળગે છે અને તેલ ચેલેલા શરીરને ધૂળના રજકણ ચૅટે એમ એ જીવને ચોંટી જાય છે. દૂધમાં જેમ પાણી અને ધાતુમાં જેમ અગ્નિ મળી જાય છે, એમ જીવમાં આ તત્વ મળી જાય છે. એથી જીવમાં એકસાથે વિકાર થઈ જાય છે, એનું જ્ઞાન તથા શક્તિ પરિમિત થઈ જાય છે, એનામાં ભ્રષ્ટ વૃત્તિઓ જાગ્રત થાય છે અને એના શુદ્ધ સ્વભાવથી કેવળ જુદા પ્રકારના ગુણ એનામાં દેખાય છે. પુદ્ગલ આત્માને વળગીને તેમાં જે વિકાર કરે છે તેની ઉો ને વિસ્તૃત વિગતે જૈનદર્શન આપે છે. બધા વિષયને વ્યવસ્થામાં ગોઠવવાની અને તેમનું વર્ગીકરણ કરવાની આતુરતાને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy