SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) સમાં બની ગયેલી ઘટનાઓને જ વર્ણવીને એ બેસી રહેતા નથી, પણ ભવિષ્યમાં શુ બનવાનુ છે તેનું પણ વર્ણન કરવાનું સાહસ કરે છે. એ ધને મતે જગતના જે ઇતિહાસ છે એ આપણે પછીથી જોઇશું', અને એ ઉપરથી જણાઈ આવશે જે હવે પછી પ્રવનાર દુષ્ટ જુગમાંની નિરાશાજનક સ્થિતિનુ પણ વન જૈન લેખકાએ કર્યું છે. છેક છેવટે થનાર શ્રાવકનુ અને સાધુનુ નામ પણ એમણે આપ્યું છે. જૈનધના કેવળ લેાપ થઇ ગયા પછી તેની પાછી નવેસરથી આવતા જુગમાં સ્થાપના કરનાર તીર્થંકરાનાં જીવનચિરત્ર વર્ણવવાં એ કેટલાક લેખકોના પ્રિય વિષય છે. કથા અને વાર્તાઓના પ્રદેશમાં બહુ પૂર્વેથી જૈન સાહિત્યકાએ અતિ સફળ કાર્ય કર્યુ. છે. કથાને માટે નવનવાં વસ્તુઓ શોધી કાઢવામાં અને તેમને બંધબેસતાં સ્વરૂપ આપવામાં એમણે હિન્દુઆની અને દ્ધોની સ્પર્ધા કરી છે. કથાસાહિત્યના પ્રદેશમાં એમનું લખાણ એટલુ' બધુ છે કે હુજી સુધીચે એ પેાતાનું મહત્ત્વ સાચવી રહ્યું છે. ભારતના લગભગ બધા મહત્ત્વના કથા અને વાર્તા-ગ્રન્થાનુ જૈનોએ સંસ્કરણ કરી એમને પેાતાના જેવા કરી દીધા છે. બીજા સંપ્રદાયની રચનામાં અને આમના સંસ્કરણમાં ભેદ એટલા રાખવામાં આવે છે કે એ લાક પેાતાનાં સંસ્કરણમાં પેાતાના ધાર્મિક સિદ્ધાન્તા દાખલ કરે છે. એવી રીતે એમણે વૈતાત્ત પંચવિંશતિ, સિંદ્દાસન દ્વાત્રિંશિયા, શુદસતિ વિગેરે ગ્રન્થાનાં સંસ્કરણ કર્યાં છે. વળી આશ્ચર્ય તે એ છે કે એના એક જ ગ્રન્થનાં અનેક સંસ્કરણ થયાં છે. ઇ. સ. ૩૦૦ ને સુમારે થઇ ગયેલા બ્રાહ્મણ વિષ્ણુરાર્માના વૈષ્ણવ પંચતંત્રનાં એવી રીતે અનેક જૈન સંસ્કરણ થયાં જણાય છે. અને વળી એ ખધામાં વસ્તુની અને ભાષાની દૃષ્ટિએ પુષ્કળ તફાવત છે. એકમાં પ્રાચીન કથાઓ કઇંક વિસ્તારથી લખી છે, ખીજામાં વિદ્યાર્થીઓ સમજી શકે એવી રીતે નાનાં વાકચાવડે લખી છે. મૂળ કથામાંના શ્લોક અને લે છે, પણ મૂળમાંની કઠણુ અને ક્લિષ્ટ સંસ્કૃત ભાષાને મેાળી કરી નાખે છે. તથા મૂળમાંના પાઠથી સ્વતંત્ર રહીને તેમાંની વાર્તાઓ લેાકશૈલીએ લેાકભાષામાં
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy