SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુમુખી અક્ષર-શીખોની ભાષા ભણવા લાગ્યો. શીખોની વાણી ભણ્યો ત્યારે મારા મનમાં વૈરાગ્ય પ્રગટ્યો. દીક્ષા લેવાની માતા પાસે આજ્ઞા માગી. માતા કહેવા લાગી - હે પુત્ર ! સાધુજીનું વચન છે - તારે તો સાધુ થઈ જવાનું છે પરંતુ મને તારી ઉપર ઘણો મોહ છે. માટે મારા મર્યા પછી સાધુ થજો. તમે તો ઘરમાં સાધુ જેવા જ છો. તમને ગૃહસ્થની કોઈ પણ ઝંઝટ ગળે પડી નથી ઈત્યાદિ ઘણી વાતો થઈ. માતાએ દીક્ષાની આજ્ઞા આપી. પરંતુ મને કહ્યું : હે પુત્ર આવું કામ તમે નહિ કરતા - આ ઘર છોડી બીજું ઘર નહિ બાંધતા. જોઈને ત્યાગી વૈરાગી પંડિત ગુરુને ધારજો તથા ગુરુ જોઈને પછી મારી પાસે આજ્ઞા લઈને સાધુ થો. ત્યાર પછી મેં ઘણા ફકીરોને પંજાબ દેશમાં જોયા પરંતુ મને કોઈ ગુરુ તથા કોઈ મત રુચે નહિ, હું ક્યારેક તો ફકીરોની પાસે ચાલ્યો જાઉં, તથા તેમના મત જેવાને ચાલ્યો જાઉં, ક્યારેક ઘરે પાછો આવી જાઉં, જ્યાં સારા ફકીર સાંભળું ત્યાં ચાલ્યો જાઉં. છતાં અમારી મા મારા પરના મોહના લીધે આવવા જવાનો ખર્ચ આપે અને કોઈ વાતે હું દુઃખી ન થાઉં તેની કાળજી રાખે. આ પ્રમાણે હું ચોવીશ, પચ્ચીસ વર્ષનો થયો ત્યારે જૈન નામ ધારી બાવીશ ટોલાના સાધુઓની મને સંગત થઈ. કર્મયોગે મેં જાણ્યું - એ સાધુઓ સંસારતારક છે એમ જાણી અન્ય મતીઓનો પરિચય મેં છોડી દીધો. ત્યાં પંજાબમાં ૨૨ ટોલાના સાધુઓ મલે, પરંતુ હું શોધતો શોધતો દિલ્હી ગયો. ત્યાં મને નાગરમલજીની સંગત થઈ. નાગરમલજી ટોળાની પરંપરાથી ભણેલા હતા. પંડિત હતા તથા મેં પણ આ ભવમાં વીતરાગની વાણી સાંભળી અને વાંચી પણ ન હતી. પુણ્યાનુબંધી પુણ્ય વિના કેવલી ભાષિત ધર્મ સાંભળવો અતિ દુર્લભ છે. પાળવાનું તો પછીથી ધીમે ધીમે થશે અને સંપૂર્ણ પાળવું તો અંતના ચરમભવમાં થશે. નાગરમલ મલકચંદના ટોલાના સાધુ પાસે દીક્ષા લેવાની મેં મારી માતાની આજ્ઞા લઈને હું સાધુ થયો. આશરે સં. ૧૮૮૮ની સાલમાં. ત્યારે નાગરમલજી આચારાંગ વાંચતા હતા તથા આચારાંગ અને સુગડાંગ સૂત્ર સાંભળીને મને સંશય પડી ગયો પરંતુ ભેદ કશો જાણ્યો નહિ. મને આવી ૩ - મોહપતી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy