SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પંજાબ દેશમાં દુલુયા નામનું ગામ, સરંતવસીની પાસે છે. હેલુદેહાણાની તરફ ચાર પાંચ કોસ છે અને બલોલપુરથી દક્ષિણ તરફ સાત આઠ કોશ છે. તે દુલયા ગામમાં એક પટેલ ગૃહસ્થ રહેતા હતા. ગામના જે ચૌધરી હોય તેને પટેલ કહે છે. અને ગુજરાતમાં તેને કણબી પટેલ કહે છે, પંજાબમાં તેને જાટ કહે છે તથા સિંગ પણ કહે છે. તે ગામમાં એક જટ રહેતા હતા તેમનું નામ ટેકસિંગ હતું. તેનું ગૌત્ર શીલ તથા ઝલી હતું, તેની સ્ત્રીનું નામ કર્મો હતું. જંગલ દેશમાં જોધપુર ગામ છે ત્યાંની બેટી હતી. તેનું ગોત્ર “મા” હતું. ઘરમાં તો કાલ પ્રમાણે સારુ હતું પરંતુ પુત્ર જન્મે તો પંદર-સોળ દિવસની અંદર મરી જાય. તે ગામમાં એકવાર એક સાધુ આવ્યા. તેમને પૂછ્યું - સાધુજી અમારે પુત્ર થાય છે પરંતુ દશ, પાંચ દિવસના થઈને મરી જાય છે, કોઈ જીવશે કે નહિ કૃપા કરી જણાવો. જે વાતથી અમને સંતોષ થાય. ત્યારે સાધુજીએ કહ્યું તમે ચિંતા ન કરો. તમારા ઘરે હવે જે છોકરો થશે તે જીવતો રહેશે, પરંતુ નાની ઉંમરમાં દીક્ષા લઈ લેશે. પરંતુ તે સાધુ જૈન વેશમાં ન હતા અન્ય લિંગના વેશમાં હતા. મારા માતા પિતા જૈન ન હતા. આ વાતને જ્ઞાની જાણે, શું ભવિષ્ય હતું પરંતુ તેમનું કથન ઘણું કરીને સાચું પડ્યું... આ વાત મેં મારી મા પાસે સાંભળી છે. તત્ત્વજ્ઞાની કહે તે પ્રમાણ, ત્યારે પતિ પત્નિ બને બોલ્યા - અમારો પુત્ર જીવતો રહે અને સાધુ થઈ જાય તો સારી વાત છે. આ પ્રમાણે કહીને સાધુજી તો ચાલ્યા ગયા. કેટલાક સમય પછી આશરે સં. ૧૮૬૩ની સાલમાં મારો જન્મ થયો. તે સાધુજીએ કહ્યું હતું. પુત્રનું નામ ટહેલસિંગ રાખજો, તેની આગળ ટહેલના વાજિંત્રો વાગશે. જ્યારે મારો જન્મ થયો માતા પિતાએ મારું નામ ટહેલસિંગ રાખ્યું પણ તે નામ ઘણુ પ્રસિદ્ધ થયું નહિ અને અમારા ગામમાં મારું નામ દલસિંગ થયું. પછી અમે બીજા ગામ જઈ વસ્યા, તે ગામમાં મારું નામ બુટો પડ્યું તે હજી સુધી છે. જ્યારે હું સાત આઠ વર્ષનો થયો ત્યારે મારા શુભ કર્મના પ્રભાવે ભોગવાસના અલ્પ અને ધર્મ કરવાની રૂચિ ઘણી, સંસારરૂચિ ઓછી, પરંતુ તે ગામમાં સદ્ગુરુનો યોગ ન હતો, મિથ્યાત્વી લોકો રહેતા હતા. == ર સ મોહપતી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy