SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારથી માંડીને શ્રમણ નિગ્રંથ નિગ્રંથીઓનો ઉદીતોદીત પૂજા સત્કાર પ્રવર્તતો નથી. જ્યારે તે ક્ષુદ્રભસ્મરાશી મહાગ્રહ જન્મ નક્ષત્રમાંથી વ્યતિક્રાન્ત થશે ત્યારે શ્રમણ નિગ્રંથીઓનો ઉદીત ઉદીત પૂજા સત્કાર થશે. (કલ્પસૂત્ર) આ સૂત્રના અનુસારે પણ અસંયતનો દશમો અચ્છેરો સંભવે છે. શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં થયો લાગે છે. મને તો અલ્પજ્ઞાન છે. આગે જેમ કેવલી મહારાજ કહે તેમ પ્રમાણ. ફરી શિષ્ય બોલ્યો મહારાજજી ! હવે વાંદવું પૂજવું કોને ? તથા નહિ વાંદવું પૂજવું કોને તે કહો ? ઉત્તર - જેનો વ્યવહાર ચોખ્ખો દેખાય તેને વાંદવું. જેનો વ્યવહાર ખોટો જોવામાં આવે તેને નહિ વાંદવું. પરંતુ રાગ વિરોધ-દ્વેષ કોઈ સાથે કરવો નહિ. બધાની સાથે મેત્રી ભાવ રાખવો. જે કોઈ જીવ આપણું કહ્યું માને, તો તેને વીતરાગની આજ્ઞાપૂર્વક હિતશિક્ષા આપવી યોગ્ય છે અને જેને આવો જાણીએ - આ જીવ શિક્ષા દેવાને યોગ્ય નથી ત્યાં મૌન રહેવું. પરંતુ તેને શીખ આપવી સારી નહિ. - શા માટે શીખ ન આપવી ? જો જણાય કે આ જીવ મત કદાગ્રહી છે. ધર્મનો અર્થી દેખાતો ન હોય તો તેની સાથે પ્રથમ જ ધર્મચર્ચા તથા પ્રશ્ન કરવા જ નહિ. તથા જે પુરુષ પહેલેથી જ ચર્ચા તથા પ્રશ્ન પૂછે તો દ્રવ્ય, ક્ષેત્ર કાલ તથા ભાવ વિચારીને બોલવું અથવા મૌન રહેવું. જેમ આત્મરક્ષા હોય તેમ કરવું. પરંતુ કદાગ્રહમાં પડવું ઉચિત નથી. જેમ જેમ આત્મધર્મ વધે તેમ તેમ ઉપયોગપૂર્વક વર્તવું વગેરે વાત ઘણી છે પરંતુ બોધ વગર ન જણાય. વ્યવહારથી તો પ્રયત્ન કરવો અને નિશ્ચયથી તો જેમ જ્ઞાનીએ જોયું છે તે જ ઉચિત થશે. ભલો અથવા ભૂંડો થશે. આમાં કોઈ સંદેહ નથી. ‘જિન વચન તે જ તત્ત્વ છે, એ જ પરમ તત્ત્વ છે, શેષ અતત્ત્વ છે” આ વચનથી. વળી શિષ્યે પૂછ્યું હે સ્વામિ ! તીર્થ કોને કહીએ ? ઉત્તર g સંસાર સમુદ્રથી પોતે તરે અને બીજાને તારે તેને તીર્થ કહીએ. તે તીર્થ તો ભગવાનની આજ્ઞાથી યુક્ત અને સમ્યજ્ઞાન દર્શન ચારિત્રથી સહિત શ્રી મોહપત્તી ચર્ચા - ૪૯ -
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy