SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અમોએ સંવત ૨૦૫૪નું ચોમાસું શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘમાં કરેલ. તેમાં શ્રી સંઘે ઘણોજ સાથ સહકાર આપ્યો છે ઉપરાંત શ્રી ઝવેરીપાર્ક જેન સંઘના ટ્રસ્ટીગણમાં ગુણવંતભાઈ તથા સુબોધભાઈ અને છગનલાલ બર્ડ સાચોરવાળાએ પણ ઘણોજ સાથ સહકાર આપ્યો છે. આથી આગ્રંથનું કામકાજ સુંદર અને ઝડપી થયું છે. વળી પણ આવા શાસ્ત્રીય મહાગ્રંથોમાં લાભ લેતા રહો એવી શુભેચ્છા. આ ગ્રંથનો અભ્યાસ કરવા જેવો છે આ ગ્રંથ વિવિધ પરિક્ષા તથા પાઠશાળામાં ઘણો ઉપયોગી થાય તેમ છે. યોગ્ય રીતે આનો સર્પયોગ કરી સહુ કોઈ તરે એજ શુભાભિલાષા સેવીએ છીએ. આ ગ્રંથમાં કોઈપણ ક્ષતિ ભૂલ પ્રેસદોષ વિગેરે રહી ગયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડું યાચીએ છીએ શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘમાં ચોમાસા દરમ્યાન સવંત ૨૦૫૪ના આસો સુદ-૬ તા. ૨૭-૯-૯૮ના રોજે ૭૨૦ પાનાનો શ્રી કનક જૈન જ્યોતિષ સંગ્રહ નામનો મહાન ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જ્યોતિષ, મંત્ર, તંત્ર-યંત્રવાસ્તુ-વૈદ્યસંબંધી-શુકનશાસ્ત્ર સામુદ્રિકશાસ્ત્ર જેમાં હસ્તરેખા, સંગીતશાસ્ત્ર, યોગાસનો વિગેરેથી ભરપૂર માહિતી આપવામાં આવી છે. તે વાંચશો તો સાચો ખ્યાલ આવશે. શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ પ્રથમ ગ્રંથ ૬૫૦ પાનાનો અને શ્રી કનક જૈન જ્યોતતિષ સંગ્રહ બીજો ગ્રંથ ૭૨૦ પાનાનો ફક્ત એક વર્ષમાંજ દેવગુરૂ અને ધર્મની કૃપાથી તથા શ્રી જૈન સંઘોના સાથ સહકારથી ટુંક સમયમાં પ્રગટ થયા છે. તે ઘણી જ સારી વાત છે ઉપરાંત “કનકવિદ્યા” નામનું અતિ જરૂરી માસીક પણ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. શુભસ્થળ : શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘ ઝવેરીપાર્ક, નારણપુરા, અમદાવાદ-૧૩. વિ.સં. ૨૦૫૫ કારતક, શુક્લા પંચમી, બુધવાર મુનિ હરિપ્રભવિજય
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy