________________
વસ્તુ, લાખ, બ્રેડ વિગેરે અસંખ્ય, તેવી રીતે છેક અનંત વસ્તુ વર્ણન બતાવવામાં આવ્યું છે. તથા ૨૪ વસ્તુ વર્ણનમાં ૨૪ ભગવાનના માતા-પિતા જન્મ નગરી, કલ્યાણક તિથિ વિગેરે, કોઠા આપ્યા છે. તેમજ આ ગ્રંથમાં મંગલકારી એવા ૨૦૦૪ યુગપ્રધાનો ના નામ પણ આપવામાં આવ્યાં છે. સંગીત માં સામાન્ય મનુષ્યને પણ ખ્યાલ આવે કે સંગીત શું છે? કેવી રીતે શીખાય કેટલા પ્રકાર તથા ગાનારે શું ધ્યાન રાખવું ? શું ના ખાવું? વિગેરે રસીક માહીતી પ્રશ્નોત્તર સ્વરૂપે પ્રગટ કરી છે. તથા વિદ્યાપ્રાપ્તિ માટે સરસ્વતીના મંત્રો આપ્યા છે. સરસ્વતીની આરાધનાથી, મંત્રો સિધ્ધ કરવાથી મૂર્ખ પણ વિધ્વાન થાય છે. અઘરા વિષયોને પણ સરળતાથી કંઠસ્થ કરી શકાય છે. (સમજી શકાય છે.)
કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેએ પણ સરસ્વતીની સાધના કરી હતી અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધ્યા હતા. તેવા મહાચમત્કારી મહા મંત્રો પુરાણા શ્રી બપ્પભટ્ટ સૂરિકત, શ્રી ભદ્રબાહુ સ્વામી રચીત અભયદેવ સૂરિરચિત શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત્ત મંત્રો વિગેરે અનેક સરસ્વતી ના મંત્રો આપ્યા છે. આ મંત્રો ગુરુગમથી ગુરુ આજ્ઞાથી પ્રાપ્ત કરવાથી જરૂર ફળ આપે છે. તથા અન્યપણ અનેક મંત્ર માહીતી, એવં ભૂમિ નિમિત્તો કહ્યા છે. કેવી જગ્યાએ ઘર બાંધવાથી લાભ હાનિ થાય ભૂમિ ખોદતાં સોનું ચાંદી કલસ કંકુ કોલસા વિગેરે નીકળે તો તેનું શુ ફળ, ઘર બાંધવાની ભૂમિ કેવા વર્ણની હોવી જોઈએ કેવી ગંધવાળી હોવી જોઈએ ? વિગેરે ભૂમિ નિમિત્તો તથા મનુષ્યનો જન્મ કયા દિને કઈ તિથી કયા વારે જન્મ થયો તો શું ફળ તેમ જન્મ માસનું ફળ તથા વિવિધ પ્રકારનાં શુકનો જેવાંકે કુતરાનાં, ગધેડાનાં, બીલાડીનાં, ગરોળી અંગ પર પડે તો શું ફળ ? શિયાળ બોલે, દેવચકલી બોલે, ભૈરવ, માસિધી નામનું પક્ષી અવાજ ક્યાં કરે તો શું ફળ વિગેરે શુકન શાસ્ત્ર તથા અંગ સ્કૂરણ જેમકે જમણો હાથ ફરકે તો પ્રતિષ્ઠા પ્રાપ્તિ, ડાબો સ્કંધ ફરકે તો વિજય મળે વિગેરે અંગ સ્કૂરણ એવું વ્યક્તિને આવતા વિવિધ સ્વપ્નો જેમકે વ્યક્તિ પોતાને સરોવરકાંઠે સફેદ હાથીપર ચડેલો ભાતખાતો સ્વપ્નમાં જુવે તો રાજા થાય વિગેરે સ્વપ્નો અને તેનો ફળાદેશ. સ્વરોદયજ્ઞાન જે નાકની હવા પરથી વિવિધ ભાવોનું જાણવાનું નિમિત્ત કયા સ્વરમાં શું કરવું? જેમ કે નાકના જમણા છીદ્રને