SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૦ ] ગૃહસ્થ ધર્મ અનુભવના આનંદનો સ્વાદ જ્યાં સુધી તેણે ચાખ્યો નથી ત્યાં સુધી તેને આ ધનાદિ નવ પ્રકારના પરિગ્રહમાં આશક્તિ રહે છે, પણ જ્યારે તેને સત્ય સમજાય છે. પદાર્થોની અનિત્યતા અનુભવાય છે. તેના ગુણદોષોનો વિવેક હૃદયમાં પ્રગટ થાય છે, ત્યારે આ દુનિયાના પદાર્થોમાંથી તેની આશક્તિ ઓછી થાય છે, તે સત્ય તરફ દોરાય છે, સત્યને મેળવવાનો પ્રયત્ન કરે આ પ્રસંગે તે પરિગ્રહની મર્યાદા ઉપર કાબૂ મેળવવાને લાયક બને છે. પોતાની જરૂરીયાતોથી અધિક વસ્તુ મેળવવા તે પ્રયત્ન કરતો નથી કારણ કે તેના પ્રાપ્તવ્યનું લક્ષ બિન્દુ, આ વ્યવહારના વિષયો મટીને સત્ય આત્મા જ થયેલ છે. એટલે તેને મદદગાર ઉપયોગી વસ્તુ તરફ જ તેનું ધ્યાન ખેંચાયેલું રહે છે. તેવા પ્રસંગે તે વિના જરૂરીયાતવાળાં અને અવશ્ય ત્યાગ કરવા યોગ્ય વિયોગશીલ વસ્તુનો સંચય કરતાં અટકશે એટલું જ નહિ પણ તે ઉપરથી આશક્તિ-લાગણીનો પણ ત્યાગ કરશે. આવી સ્થિતિમાં આ મનુષ્યો આ વ્રત લેવા કે પાળવા માટે ઘણા જ યોગ્ય હોય છે. તેઓ આ નવ પ્રકારના પરિગ્રહને વિશેષ પ્રકારે નિયમમાં લાવે છે અથવા સામાન્ય રીતે પોતાને ઉપયોગી વસ્તુના સંગ્રહની મર્યાદા કરી લે છે, અને પોતાનું મન વ્યવહાર કાળે વ્યવહાર ઉપયોગી રાખી બાકીના પ્રસંગે સત્ય-નિશ્ચય તરફ દોરવે છે. (નવ પ્રકારના પરિગ્રહનો નિયમ ) ૧) સર્વ જાતના રોકડા, દ્રવ્યની સંખ્યા કાયમ માટે તથા સર્વ ધાતુઓ. , , . ૨) ધાન્ય, અનાજ આદિના મણાદિની સંખ્યા. (વર્ષાદિ માટે.) ૩) સોનાના મણાદિની સંખ્યા. ૪) રૂપાના મણાદિ તોલની સંખ્યા. '
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy