________________
[ ૧૬૦ ]
ગૃહસ્થ ધર્મ
–
–
–
–
––
–
બાળકો ઉછેરવાની કાળજી
જેટલી કાળજી સુવાવડી સ્ત્રી માટે રાખવાની છે તેટલી જ કાળજી તે બાઈએ જન્મેલા બાળક માટે રાખવાની છે. માતાની વિવિધ પ્રકારની યોગ્ય અયોગ્ય ખોરાક ખાવાની ઇચ્છાઓથી, નાના બાળકોને તે જ ખોરાક રૂપાંતરે માતાના દૂધ દ્વારા મદદ કરતા, હરકત કરતા અને રોગ ઉત્પન કરનાર થઈ પડે છે. કેટલીક હર્ષઘેલી માતાઓ આખો દિવસ બાળકને ધવરાવ ધવરાવ કરે છે જેને પરિણામે દૂધ પણ અજીર્ણનું રૂપ લઈ બાલ્યાવસ્થામાં જ બાળકને પ્રાણ છોડવાની ફરજ પાડે છે.
ઘણી ખરી માતાઓ પોતાના બાળકને ઉછેરવા માટેની અજ્ઞાનતાવાળી હોય છે અને તેના પ્રતાપે કુમળી વયના બાળકોનું મરણ પ્રમાણ ઘણું જ ભયંકર આવે છે.
કેટલીક વખત માતા, પિતાના રોગો પુત્રાદિ સંતતિમાં વારસા તરીકે ઉતરે છે, આવા માતા પિતાઓએ બાળકોના હિત ખાતર, પ્રજાની મજબૂતાઈ ખાતર પ્રજા ઉત્પત્તિ બંધ કરવી એ વધારે યોગ્ય છે અને પોતાની વાસના કાબૂમાં ન રહે તો રજસ્વલા થયા પછી સોળ દિવસ પછી ગર્ભ રહેતો નથી તે વાત ખાસ ધ્યાનમાં રાખી વર્તન કરવું.
બાલ્યાવસ્થામાં બાળકો પર નાના રોગોના જીવલેણ હુમલાઓ ચાલુ રહે છે તે સર્વ બાબતમાં વૃદ્ધ અનુભવી સ્ત્રીઓ અને તેવા જ બાળકના અનુભવી વૈદ્યોની સલાહ લઈ તરત જ ચાંપતા ઉપાયો યોજવા વધારે હિતકારી છે.
માતાએ પણ બાળકને ગરમી, શરદી અને ઠંડીથી બચાવવા પૂરતી કાળજી રાખવી તેમ જ ભીનાં-ઝાડા અને પેશાબવાળાં-વસ્ત્રમાં કે આસનમાં બાળક વધારે વખત પડી રહી તેની તંદુરસ્તી ન બગડે તે