SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પ પૂજા [ ૧૦૧ ] - પુિષ્ય પૂજ - ૩.) જાઈ, જુઈ, ચંપક, ગુલાબ, મોગરો, કેતકી, પારિજાત અને વિવિધ પ્રકારનાં કમળો, ઇત્યાદિના પુષ્પો લઈ તે પ્રભુજીના શરીર ઉપર-પ્રતિમાજી ઉપર ચડાવવા. તેનો હાર કરી ગળામાં પહેરાવવો. ઇત્યાદિ વિધિએ પુષ્પ પૂજા કરવી. આ પુષ્પો કીડાએ ખાધેલાં ન હોય, જમીન ઉપર પડેલા ના હોય, મલિન વસ્ત્રમાં લાવેલા ન હોય, કાચી કળીઓ ન હોય. રજસ્વલા કે મલિન મનુષ્યોને અડકાયેલાં ન હોય, તેવા પુષ્પો પ્રભુને ચડાવવા પુષ્પના કકડાઓ ન કરવા. તેમ તેને વિધવા પણ નહિ. હાર કરવા માટે દોરાઓથી ગૂંથીને હાર કરવોઇત્યાદિ વિવેકપૂર્વક પુષ્પો ચડાવવા. આ પુષ્પો ચડાવતી વખતે મનમાં ઉત્તમ ભાવના ચાલુ રાખવી. પ્રભુ ઉપાસનાથી વિશુદ્ધ થયેલા હૃદયમાંથી નીકળતી પવિત્ર રસથી ભીંજાયેલી આંતરભાવના તે મહાપ્રભુ આગળ પ્રગટ કરવી. પ્રભુ! આ પુષ્પમાં જેમ સુગંધ છે, તેમ અમારા દેહમાં આત્મા રહેલો છે. પુષ્પો પોતામાં રહેલી ઉત્તમ સુવાસ-સુગંધ દુનિયામાં ફેલાવે છે તેમ અમે અમારા ઉત્તમ વર્તનથી આત્માના ઉત્તમ ગુણોની કીર્તિ દુનિયામાં ફેલાવી શકીએ તેવું અમને બળ આપો. હે નાથ ! આ કમળો જેમ કાદવમાં ઉગે છે, પાણીથી વૃદ્ધિ પામે છે અને કાદવ તથા પાણીથી નિર્લેપ રહી પાણીની ઉપર આવી પોતાનું સાચું સૌંદર્ય પ્રકાશિત કરે છે હે દયાળુ! એવી રીતે અમારું શરીર આ કર્મ કાદવથી ઉત્પન્ન થયું છે. વિવિધ પ્રકારના વિષય પાણીથી પોષણ પામ્યું છે. આ કર્મ અને વિષયથી નિર્લેપ રહી અમે અમારું સાચું સૌંદર્ય-ખરું આત્મ સ્વરૂપે પ્રગટ કરી શકીએ તેવું આત્મબળ આપો.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy