________________
[ ૮૮ ]
ગૃહસ્થ ધર્મ
નિયમિત જગ્યાની બહાર મનુષ્યની દૃષ્ટિએ પડી તે પોતાની પાસે આવે તેમ ઇચ્છવું તે રૂપાનુપાતિ અતિચાર છે.
૫. કોઈને મળવાની જરૂરિયાત હોય તે પોતાની પાસે નજીક થઈને જતો હોય છતાં તે જગ્યા નિયમિત સ્થળની બહારની હોય તે પ્રસંગે પોતાપણું (પોતે આ સ્થળે રહેલ છે તે) જણાવવા અર્થે કાંકરો કે લાકડાદિનો કટકો ફેંકી સામાનું ધ્યાન પોતા તરફ ખેંચવું તે પુદ્ગલપ્રક્ષેપ અતિચાર છે.
ધર્મધ્યાનમાં સ્થિર રહી ચંચળ મનોવૃત્તિઓને કાબૂમાં રાખવી એ આ વ્રતનું રહસ્ય છે.
અગિયારમું પૌષધ વ્રત
आहार देहसक्कार, गेहबावार विरइब भेहिं. પતિળાનુ ટાળ, તફ્ટ પોસહવયંચહા. || 9 || આહાર, શરીરસત્કાર, ગૃહવ્યાપાર અને અબ્રહ્મચર્ય એ ચારથી વિરમવા-પાછા હઠવા રૂપ પર્વને દિવસે કરવા યોગ્ય અનુષ્ઠાનક્રિયા-તે ત્રીજું ગુણવ્રત-પૌષધ-ચાર પ્રકારે છે.
આત્મગુણને પોષણ આપે તે ક્રિયાને પૌષધ કહે છે. અથવા આત્મગુણનું રક્ષણ કરનાર ઔષધ તે પૌષધ છે.
ભોજન, શરીરની સુશ્રુષા, ગૃહાદિના વ્યાપાર અને અબ્રહ્મચર્ય આચાર માર્ગે વ્યય થતા પોતાના મન, વચન, શરીરના સામર્થ્યને રોકીને તે શક્તિનો તથા વખતનો સદુપયોગ આત્મપોષણમાં કરવો તે પૌષધનો મુખ્ય હેતુ છે.
ગૃહસ્થો કાંઈ નિરંતર આવી રીતે પોતાના મન, વચન શરીરબળનો કાયમ માટે સદ્ઉપયોગ કરી શકતા નથી, એટલે તેના માટે આ ક્રિયાઓ ઘણે ભાગે તિથિને દિવસે કરવામાં આવે છે. નિરંતર