SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છ જીવનિકાય (૧) પૃથ્વીકાય : માટી, મીઠું વગેરે ખાવામાં કે અન્ય ઉપયોગમાં લેવાના બસ્સો, ચાર સો ગ્રામમાં પરિમાણ કરવું............થી વધારે નહીં. (૨) અપ્કાય : પાણી પીવાના અને ન્હાવાના-ધોવાના ઉપયોગમાં લેવા માટે પચ્ચીસ -પચાસ લીટર વગેરેમાં પરિમાણ કરવું............થી વધારે નહીં. (૩) તેજસ્કાય : ફૂલો, સગડી, ભટ્ટી, પ્રાઇમસ, દીવો, ફ્રીજ આદિનું પરિમાણ કરવું..........થી વધુ નહીં. (૪) વાયુકાય : હિંચકો, ઝૂલો, પંખો, વીંઝણા વગેરે જેનાથી હવા ખવાય છે. એની સંખ્યાનું પરિમાણ કરવું. રુમાલ, કાગળ વગેરેની પણ સીમા રાખવી.............થી અધિક નહિ. (૫) વનસ્પતિકાય : લીલાં શાક, ફળ, ફૂલ, વગેરે જે ઉપયોગમાં આવે, એની સંખ્યા અથવા ફિલો બે કિલોમાં પરિમાણ રાખવું...........થી વધુ નહિ. (૬) ત્રસકાય : સમજપૂર્વક ત્રસ જીવોની હિંસાના ત્યાગનો નિયમ લીધો હોવા છતાંય દરેક પ્રવૃત્તિએ જીવોની રક્ષાના ધ્યેયથી ઉપયોગપૂર્વક ક૨વી. ઉપયોગ અર્થાત્ જયણા એ ધર્મ છે. શાસ્ત્રકારે કહ્યું છે કે— जयणाय धम्मजणणी, जयणा धम्मस्स पालणी चैव । नववुड्डिकरी जयणा एगंत सुहावृहा जयणा ॥ અર્થાત્ જયણા એ ધર્મની જનેતા છે. જયણા એ ધર્મની પાલિકા છે. જયણા એ ધર્મને વધા૨ના૨ી તેમજ એકાંત સુખને લાવનારી છે. ૪૮
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy