SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવભરી શ્રદ્ધાંજલિ... પ. પુ. પિતાશ્રી તથા પ. પૂ. માતુશ્રી. આપના જીવન દરમ્યાન સદાચારની દીપશિખાઓ જલતી રહેતી હતી, સંસ્કારની સૈરભ પ્રસરતી રહેતી હતી, માનવતાના મગરા મહેકતા અને મૈત્રીના મોતીઓ મલક્તા હતા, ધર્મરાજાની પ્રતિષ્ઠાને પ્રભાવ સતત વહેતે હતે. એ પ્રભાવના પ્રકાશના સુઆલંબને આપે વર્ષો સુધી શાશ્વતી ચૈત્રી–આ માસની ઓળી, ત્રણે ઉપધાન, વિવિધ તીર્થોની યાત્રા, નમસ્કાર મહામંત્રની આરાધના કરી આત્માને સમ્યગુદર્શનથી નિર્મલ બનાવેલ. પૂ. દાદાશ્રી સ્વ. કનાજી દોલાજી કેઠારી તથા દાદીશ્રી દલીદેવી કસનાજીના દ્વારા પૂર્વના મળેલા સંસ્કારથી આપે જીવન ધર્મમય બનાવ્યું હતું અને આપે એ સંસ્કારના સિંચન અને સદાચારના સંરક્ષણના બીજ અમારા જીવનમાં પણ આરોપિત કરેલ નાગફણા મુકામે તા. ૧૨–૪–૯૩ ચૈત્રવદ ૬ ના રોજ નવકાર મહામંત્રના સ્મરણપૂર્વક સવારના ૯-૦૦ કલાકે માતુશ્રીનું અવસાન થયેલ ત્યારબાદ આ વાતની પૂજય પિતાશ્રીને જાણ થતાં તેઓએ પણ કહ્યું કે મને પણ નમસ્કારમહામંત્ર સંભળા અને તેઓ પણ નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક સમાધિપૂર્ણ અવસાન પામેલ બંનેની સ્મશાનયાત્રા સાથે જ નીકળેલા અને એકજ ચિતા ઉપર અગ્નિસંસ્કાર થયેલ જીવનભર શ્રાવક-શ્રાવિકપણે દામ્પત્ય ધર્મ પાળી તેના ફળ સ્વરૂપ સદ્દગતિ પણ સાથે જ પામ્યા તે ચિર અનુમોદનીય રહેશે.
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy