SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અતિભારના આરોપણ - બળદ, ઊંટ આદિ ઉપર તેમની શક્તિથી અધિક ભાર લાદવો, (૫) ભક્તપાન વ્યવચ્છેદ – ગાય, ભેંસ વગેરે પશુઓને ઘાસચારો, ખાણ વગેરેનું નીરણ ન આપવું અથવા મોડેથી આપવું. આ જ પ્રમાણે નોકર-ચાકર વગેરેના પગાર બાબતમાં પણ જાણવું. કરણી (૧) અનાજ, શાકભાજી વગેરે ચીજો વાપરતા જીવરક્ષા , અને જીવદયાનો ખ્યાલ રાખવો. (૨) ચૂલા ઉપર વાસણ ચઢાવ્યા પહેલાં તેને બરાબર જોઈ. લેવાં. તે જ પ્રમાણે ચલામાં લાકડાં, સાંઠીઓ નાખતાં * પહેલાં તેને જોઈ, ઝાટકીને પછીજ નાખવાં, વરસાદના દિવસોમાં કોલસા ચાળણીથી ચાળવા. અગ્નિનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો. (૩) ઘરના પ્રવેશ દ્વાર કે આંગણામાં નિગોદ ઉત્પન્ન ન થાય તે માટે રાખ, ચુના વગેરેનો ઉપયોગ કરવો. (૪) ફર્નિચર, બારી બારણાં દીવાલ, છત વગેરેને ઝાટકતી વખતે જીવરક્ષાનું ધ્યાન રાખવું. (૫) અળગણ પાણી ન પીવું. એંઠા લોટા-પાલાં પાણીના માટલામાં ન નાખવા. વળી નહાવા-ધોવા માટે વધારે, પાણીનો ઉપયોગ ન કરવો. ' ) રશૂલ મૃષાવાદ-વિરમણ વ્રત સ્વરૂપ - કન્યા આદિ સંબધી મોટા મૃષાવાદ એટલે જૂઠું બોલવામાંથી વિરમણ (અટકી જવું) કરવું સારાંશ - ગૃહસ્થ નાના જૂઠાણાનો ત્યાગ નથી કરી શકતો. પરંતુ મોટા જાહા કે અસત્યનો તો તેણે ત્યાગ કરવો જોઈએ.
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy