SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનું સ્વરૂપ :- સુદેવ, સુગુરુ અને સુધર્મ તેમજ જીવ આદિ નવ તત્ત્વોમાં અખંડ શ્રદ્ધા રાખવી તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ જિનધર્મનો મૂલ આધાર છે. પ્રતિજ્ઞા :- આજીવન શ્રી જિનેશ્વર પરમાત્મા માટે દેવ, પંચ મહાવ્રતધારી સુગુરુ એ મારા ગુરુ અને જિનેશ્વરદેવે જે મુક્તિનો માર્ગ કહ્યો છે તે મારો ધર્મ છે. અતિચાર :- સમ્યક્ત્વના પાંચ અતિચાર છે.જેને જાણવા જોઇએ. અતિચારોના સેવનથી આપણું સમ્યક્ત્વ મલિન થાય છે તેથી એનું આચરણ વર્જ્ય છે. (૧) શંકા :- શ્રી જિનેશ્વર ભગવંતના વચનોમાં શંકા કરવી. - (૨) કાંક્ષા :- અન્ય ધર્મિયોના ચમત્કાર કે આડંબર જોઇને તે ધર્મ પ્રત્યે આકર્ષિત થવું. . (૩) વિચિકિત્સા :- ધર્મક્રિયાના ફલમાં સંદેહ રાખવો તથા ત્યાગમાર્ગ અને ત્યાગીઓ પ્રત્યે નફરત અને નિંદા કરવી. (૪) મિથ્યાર્દષ્ટિ પ્રશંસા ઃ- અજ્ઞાન તપ કરવાવાલા તાપસો, સંન્યાસીઓ આદિની પ્રશંસા કરવી. (૫) કુલિંગસંસ્તવ :- મિથ્યાત્વી સાધુ સંન્યાસી તથા ગુણ રહિત વેશધારીઓનો પરિચય કરવો. કરણી : (૧) પ્રતિદિન પ્રભુદર્શન, પૂજા, સ્નાત્ર, પ્રતિમા.............. (૨) રોજ યોગ હોય તો ગુરુવંદન અને વ્યાખ્યાનનું શ્રવણ. (૩) દ૨૨ોજ સવાર-સાંજ પ્રતિક્રમણ, નવકારશી, ચોવિહાર અથવા તિવિહાર નમસ્કાર મહામંત્રનો જાપ તેમજ આત્મચિંતન. (૩૨)
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy