SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને મને [ ૧૦૭ uuuuuuuuumowuuuuuuuuu જીવનના શ્રેષ્ઠ નિયમની સમજણ ઉગે છે. To learn the highest principle of Spiritual Living ધર્મ વડે માનવ જીવનના સર્વોત્તમ હેતુનું આત્માની સર્વાગ સંપૂર્ણ ઉત્ક્રાંતિ- Total Sublimation of Soul)નું દર્શન થાય છે. ધર્મ એવી પ્રક્રિયા છે, જે વડે પ્રભુમય જીવન જીવી શકાય. આ છે ધર્મનું દર્શન, જ્ઞાન અને ચારિત્ર! સમ્યફ ધર્મને સમજવા માટે પ્રયત્ન કરવો પડશે. ધમનેજીવનમાં પ્રગટાવવા માટે પુરૂષાર્થ કરે પડશે. ધર્મ એ પ્રભુમય જીવન જાણવા અને જવા માટેનું વિજ્ઞાન છે, પ્રભુમય જીવન જીવવા માટેની કલા છે. (Efforts to see, understand and apply the subtte spiritual laws in practise.) ધર્મની પ્રકિયા જ્યારે નિત્ય જીવનમાં અવશ્ય કરવા યોગ્ય કાર્યરૂપે–આવશ્યક રૂપે જીવંતપણે ભાવપૂર્વક વણાઈ જાય છે, ત્યારે સમગ્ર જીવનમાં સૂક્ષમ પરિવર્તન આવે છે અને આધ્યાત્મિક અનુભૂતિને રસાસ્વાદ પ્રગટે છે. સુગ્ય માર્ગદર્શન વડે સમજણપૂર્વક કેઈપણ આરાધક આ અનુભવ કરી શકે છે. તે માટે ધર્મનું વિજ્ઞાન સમજવા તથા ધર્મની કલા આચરવા માટેની શિસ્ત Discipline નું પાલન કરવું પડશે.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy