SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ હિત શિક્ષા શતક ૬૫ (૪૬) નીચેના છ કારણે ભાજન કરવાના નિષેધ કરેલ છે. (૧) તાવ આદિ રાગ થાય ત્યારે. (ર) રાજા, સ્વજન, દેવ, મનુષ્ય, તિય ચે કરેલ ઉપસર્ગ સહન કરવા (૩) શીયલનું પાલન કરવા. (૪) વર્ષા-ધુમ્મસ અને જીવાના ઉપદ્રશ્ય વખતે જીવ-રક્ષા માટે. (૫) તપ કરવા માટે. (૬) અન્ત સમયે શરીર છેડવા માટે. ( પિંડ–વિશુદ્ધિ ) (૪૭) સુરસુર કે ચમચમ જેવા શબ્દો àાજન કરતાં ન થાય તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી–વસ્તુના સબડકા પણ લેવા નહિં. (૪૮) આયખિલ, નિવી, એકાસણું અને બેસણું વિ. ૪૮ મિનિટમાં પતાવી દેવુ જોઇએ. આ શાસ્ત્રીય નિયમ છે. આ નિયમનું પાલન થાય તેા દરરાજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે અને દરરાજ બેઆસણું કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે. બીજું કારણઃ—એંઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હુલાવ્યા વિના પડી રહે તા સમૂચ્છિમ-મનુષ્યાદિ જીવાની ઉત્પત્તિ થઇ જાય. ૫
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy