SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાભિનંદીના લક્ષણ ૩૭ સામગ્રી નિહાળી અદેખાઈ કરવી, બીજાની આબાદી કે ચઢતી દશા સાંખી ન શકવી, પુણ્યકર્મની વિચિત્ર-લીલા વિસરી જઈ પતા કરતાં બીજે કેમ વધુ આબાદી ભોગવે?” ઈત્યાદિ હલકટ-વિચારો પેદા થવા. ૫. ભયવાનૂ–સાંસારિક જડ–પદાર્થો પરની વધુ મમતાના કારણે “રખેને કેઈ આ લઈ ન જાય! કઈ લૂંટી ન લઈ જાય.” આદિ વ્યાકુલતાથી નિતાંત ભય-વિહલ દશા અનુભવવી તથા શુભાશુભ-કર્મના વિપાકનુસાર જગના પદાર્થોની પરિણતિ થવાનું ભાન ન હોવાના કારણે મળેલા જગતના પદાર્થોને આત્માધીન રાખવા નિરંતર વ્યાકુલતા થવી. ૬. શઠ-કર્મોના બંધનની વિષમતા ભૂલી જઈ ગમે તેમ જગતના પદાર્થો વધુ પ્રમાણમાં મેળવવા વિચાર, ઉચ્ચાર અને આચારમાં વિસંવાદી વતન રાખી ઠગબાજી–દંભપ્રપંચ-માયા આદિ સેવી મેહ-વાસનાને પૂર્ણ કરવા ધૂની પ્રવૃત્તિ કરવી, તથા જગતમાં બાહ્ય-દષ્ટિએ અધર્મી-પાપી તરીકે નહિ ઓળખાવવા સદગુણોને ઓળ–દેખાવ રાખવો. ૭. અજ્ઞ–અનાદિકાલીન મેહ-વાસનાને આધીન બની સુખ–શાંતિ પ્રાપ્ત કરવા માટે તનતોડ પ્રયત્ન, હાડમારી અને દેડધામ કરવા છતાં પરિણામે નિતાંત દુઃખ-દાયી કર્મોના બંધનમાં પોતે ફસાઈ જવું, આ જાતની પરિસ્થિતિ અજ્ઞાનદશા–સદુપાયની જાણકારી ન હેવી–ના કારણે જ ઊભી થાય છે, અને પોતાની પ્રવૃત્તિઓ પિતાને દુઃખી બનાવનારી નિવડે છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy