SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારરંગશાળા અતિ વિશાળ અને વિલક્ષણ પણ છે. સે, હજાર કે લાખ-કેડ નહિ, સંખ્યાતીત-અનંતા સંસારી જ આ રંગશાળાનાં પાત્રો-સભ્ય બની વિવિધ નાચ–ગાન કરી રહ્યા છે. દુનિયાને એ કઈ પાત્ર નથી, કે જેને પાર્ટ–વેશ સંસારી જીએ ભજ ન હોય? તે પણ એક-બે વાર નહિ, પણ અનંતીવાર ! ક્યારેક રંકના તે ક્યારેક રાજાના, ક્યારેક પશુનિના તે ક્યારેક પંખીપણાના, ક્યારેક દેવની દુનિયાના તો ક્યારેક નારકપણાના, એમ વિવિધ વેશ ધારણ કરીને બધા સંસારી જી, અનાદિ-અનંતકાળથી આ ચતુર્ગતિમય સંસારભૂમિ ઉપર નાચી રહ્યા છે. નાચવામાં આટ-આટલે દીર્ઘકાળ પસાર થવા છતાં નથી જીવને થાક લાગે, કે ન તે એને સાચું આત્મભાન થયું ! ખરેખર ! સંસારરંગશાળાના કુશળ સૂત્રધાર મોહરાજની માહિની જ કોઈ એવી જાદુઈ છે, કે જેને એ મોહિની લાગે તે પૂરેપૂરો આત્મભાન ભૂલી જાય છે. હું કેશુ? વગેરે વાસ્તવિક ઓળખ જ મોહવશ જીવને કદાપિ થઈ શકતી નથી. દુનિયાના કહેવાતા નૃત્યકારો તો રંગભૂમિ ઉપર ચાહે રંકનો પાટ ભજવે કે ચાહે રાજને! પણ નથી તે એ પિતાને રંક માનીને દુખ-દીનતા અનુભવતે, કે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy