SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આ ભવનિર્વેદ અને સંવેગ અને ગુણે સહભાવી હોવાથી જ્યાં નિર્વેદ ત્યાં સંવેગ અને જ્યાં સંવેગ ત્યાં નિર્વેદ ય જ છે. - આસ્તિક આત્માને સંસારમાં દીર્ઘકાળ સુધી દુઃખમાં પરિભ્રમ નું ભાન થયા પછી પિતાના સ્વરૂપનું જેમાં સંપૂર્ણ પ્રગટીકરણ છે, તે એક્ષપદને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ન પ્રગટે, તે બને જ કેમ? આસ્તિકતાને અને અનુકંપાને પાયો મજબૂત થયા પછી આ નિર્વેદ અને સંવેગ બને ગુણે પ્રગટ્યા વિના રહે જ નહિ. (૫) શમ-અનુકંપાનું ફળ “નિર્વેદ, સંવેગ અને તે બેનું ફળ “શમ છે. રાગ-દ્વેષ અને સુખ અના પ્રસંગમાં મધ્યસ્થવૃત્તિ, સમતા, સમતુલા, એ શમનાં જ નામ છે. તે અનુકંપા, અહિંસા, મૈત્રી કે કરુણાભાવ વિના શક્ય નથી. સ્વાર્થ એટલે પોતાના જ સુખ-દુઃખને વિચાર. શાગ, ઢષ વગેરે વિભાવને જેટલા અંશે વિગમ થાય, તેટલા અંશે બીજા સર્વ જી સાથે એકતાની બુદ્ધિ અને શ્રદ્ધા પ્રગટે છે અને ત્યારે જ વાસ્તવિક શમ–સમત્વને અનુભવ થાય છે. અહીં સુધી પાંચેય લક્ષણેનું સામાન્ય સ્વરૂપ જોયું. હવે ગ્રન્થમાં કહેલા સંવેગની મુખ્યતા અને વિશેષ સ્વરૂપ જોઈએ.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy