SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાને આપવાથી જ તે આપણને મળે છે. ઘરમાં જે બીજા દુ:ખી હોય, તે પોતે ભલે નીરોગી હોય, બુદ્ધિમાન હોય અને રળતે-કમાતે હોય, પણ સુખ ભેગવી શકતું નથી. જેમા બીજાના દુ:ખની અસર તેને વ્યથા કરે છે, તેમ સર્વ વિષયમાં સમજવાનું છે. દાનધર્મની, સેવાધમની, પરોપકાર વગેરેની મહત્તા આ કારણે જ છે. જે એમ ન હોત, તો વિશ્વવત્સલ શ્રી જિનેશ્વર ભગવંતે કદાપિ એકની સંપત્તિ બીજાને આપી દેવાની કે એક સજ્જન સુખી આત્માને બીજા દુઃખી વગેરે છોની સેવા કરવાની ભલામણ ન કરત! અગર તે એ ભલામણ ધર્મરૂપ નહિ પણ અન્યાયરૂપ મનાત. સુમન ! જે એ રીતે છઘસ્થ જીવોનું સુખ પરસાપેક્ષ છે, બીજાના સુખે તેને સુખ મળે છે, તે જ સુખને અનુભવ કરી શકાય છે, તે જીવ માત્રના સુખના હેતુભૂત શિષ્ટાચારનું દાન અનિવાર્ય થઈ પડે છે. બીજાં દાન આપણે ગમે તેટલાં કરીએ, પણ સામાને સુખી કરવા માટેનું સર્વશ્રેષ્ઠ દાન એ તે માત્ર શિષ્ટાચારનું દાન જ છે. અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ધન, દેલત, આશ્રય, આપણે કેટલુંય આપીએ, પણ તે લેનારને અલ્પકાળ માટે અમુક પ્રકારનું જ સુખ આપી શકે; જ્યારે સર્વ કાળ માટે સર્વ પ્રકારનું સંપૂર્ણ સુખ તે જીવ પોતે જ સદાચાર દ્વારા પ્રાપ્ત કરી શકે : અને એવું સુખ પ્રાપ્ત થયા પછી જ એની સુખની ભૂખ ભાગી શકે; માટે તેને સદાચારનું દાન કરવું, એ શાશ્વત- સંપૂર્ણ સર્વદેશીય સુખના દાનરૂપ છે. સુમન ! દરિદ્ર-દીન-દુઃખી વગેરે લાચાર મનુષ્યોને કે ૭૮
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy