SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જનદાન અને માંસાહાર, ૪૫ અને આવો માંસાહાર કરીને પણ નિર્વાણપદ પ્રાપ્ત કરે, તે કેમ બની શકે! (૫) રેવતી ગાથાપની જે ધનાઢયની સ્ત્રી હતી, ઘણું જ ડાહી અને સમજુ બાઇ હતી, તે આવું ઉચ્છિષ્ટ માંસ રાંધે, રાંધીને વાસી રાખી મુકે, અને ભગવાનને વહોરાવે તે કેમ સંભવે! વળી જે પોતે રાંધે, એટલે ખાય પણ ખરી. આવું માંસ ખાનાર રેવતી આવું વાસી માસ વહેરાવવાથી દેવગતિ પામે અને તીર્થકર ગોત્ર બાંધે તે કેમ બને! શાસ્ત્રકાર તો ઠાણાંગજીમાં કહે છે કે આ સુપાત્ર દાનના પ્રતાપે રેવતી ગાથાપત્ની દેવગતિમાં ગએલ છે અને આવતી ચોવીશીમાં તીર્થકર થશે. આવી પરસ્પર વિરેધી વાતોને કેમ ઘટાવી શકાશે! એક વાતનો વિપરીત અર્થ લેતાં ઘણી વાતે વિપરીત થાય છે, એટલે તે વાત સ્વીકાર્ય ન જ હોઈ શકે. આ ઉપરથી એમ નકકી થાય છે કે પ્રભુ મહાવીરે જે ઔષધ લીધેલ તે વનસ્પતિનું હતું પણ પ્રાણીના માંસનું નહિ હતું. –પ્રાચીન ટીકાકારોછેવટે આ લેખ બંધ કરતાં પહેલાં આ સૂત્રની ટીકાઓ લખનાર પ્રાચીન ટીકાકારો કે જેને આ વિવાદગ્રસ્ત અર્થે કરવામાં આશ્રય લેવામાં આવે છે તેના વિષે પણ થડે વિચાર અહીં કરી લઈએ. મહાવીર સ્વામી પછી લગભગ ૮૦ વર્ષ બાદ આ સૂત્રો પુસ્તકારૂઢ થયાં, ત્યાં સુધી તો કંઠસ્થ હતા. સૂત્રો પુસ્તકારૂઢ થયા બાદ ટીકાઓ રચાયું એટલે મહાવીર પ્રભુ પછી ઘણા સૈકાઓને કાળ વ્યતીત થયા બાદ ટીકાઓ લખાણ હતી. ટીકા લખનાર ટીકાકારે સમર્થ વિદ્વાન, ધર્મના જાણકાર તથા હાડહાડની મજાએ ધમની લાગણી વાળા હતા, છતાં પણ છઘસ્થ હતા, સર્વજ્ઞ નહિ હતા તે વાત તો નિર્વિવાદ છે. અને
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy