________________
૩૮
. જેનદર્શન અને માંસાહાર, હતા, કારણ કે તે જૈન ધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને બંધ બેસતા હતા.
આજ ટીકાકાર અભયદેવસૂરિએ ઠાણાંગજીની ટકા લખ્યા બાદ ભગવતીજીની ટીકા લખી અને તેમાં જ્યારે તેના પંદરમા શતકમાં આ ગોશાલક વાળો પ્રસંગ આવ્યો ત્યારે તેમણે તે સ્થળે ઠાણુંગજીમાં પોતે જે અર્થ કરેલ હતો, અને જે તેમને માન્ય હતિ તે અર્થ ફરી અહીં કર્યો. પરંતુ એક નિષ્પક્ષ ટીકાકાર; તરીકે તેના વખતમાં પણ કોઈ કોઈ વ્યકિત આ શબ્દોમાંથી ઉપલક દષ્ટિએ ફલિત થતો પ્રાણવાચક અર્થ પણ માનતા હશે તે બતાવવા ખાતર તેમણે જણાવ્યું કે, “મ વાર્થ જિમતે ” એટલે કે “આ સંભાળતો અર્થ પણ કોઈ કોઈ માને છે.” ટીકાકારના વખતમાં પણ જનતામાંના કેઈ કોઈ આને પ્રાણીવાચક અર્થ પણ માનતા હશે તે વાત જણાવવા ખાતર તેમણે તે પણ પોતાની ટીકામાં જણાવી. પણ તે વાત તેમને માન્ય નહોતી. કારણ કે, જે તે વાત તેમને માન્ય હેત તે તે છૂચમાવાઈ કયો? કેમ અર્થ થાય? કેમ સંભવે? વગેરે ચર્ચા કરીને તે અર્થ સ્પષ્ટપણે જણાવત, પણ તેવી કોઈ પણ ચર્ચા કે અર્થ કરેલ નથી, એટલે તે અર્થ તેમને માન્ય નહોતે એ નક્કી છે. તેમને જે અર્થ માન્ય હતો તે તે તેમણે ઠાણાંગજીમાં સ્પષ્ટતાપૂર્વક વિસ્તારથી ચર્ચા કરી અર્થ કરેલ છે અને અહીંયાં પણ તેજ અર્થ કરેલ છે. એટલે તેજ વનસ્પતિવાચક અર્થ સૌએ સ્વીકારો જોઈએ.
ઉપરના સૂત્રમાં વાંધા વાળા ૩ શબ્દ આવે છે. જાય, માર અને પૈસા તેના જે વનસ્પતિવાચક અર્થો સપ્રમાણ મળી શકે તે પછી કંઈ પણ વધે રહી શકે નહિ.