________________
નિવેદન.
सारं,
एवं खु नाणिण अहिंसा समयं चेव,
जं न हिंसइ किञ्चणं । एतावतं विआणिआ ||
સૂયગડાંગ સૂત્ર.
૬ પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય.”
મેાક્ષમાળા.
અહિંસા એ જ ધમ છે, એમ શાસ્ત્રમાં ઠેકઠેકાણે પાકારી પેાકારીને કહેનાર અરે ! અહિંસા એ જ જેનેા પ્રાણ છે, એવા જૈનધર્મના આગમગ્રંથા (સૂત્ર)માં આવતાં કેટલાંક સૂત્રેા અગર ગાથાઓના અર્થે તથા મમ બરાબર નહિ સમજી શકવાથી કેટલાક અભ્યાસીઓ કે જેમણે પર પરાથી અગર તેા ગુરુગમથી શાસ્ત્રના અભ્યાસ કરેલ નથી તેઓના મનમાં એવીશકાઓ થાય છે કે, - જૈનધર્મમાં પ્રાચીન કાળમાં એટલે પ્રભુ મહાવીરના વખતમાં માંસાહાર પ્રચલિત હશે.
પ્રભુ મહાવીરના વખતમાં હિંદુસ્થાનમાં મુખ્ય ૩ ધર્માં પ્રવતા હતા. ૧ વેદ ધમ ર બૌદ્ધ ધમ અને ૩ જૈનધમ, આ ત્રણ પૈકીના પહેલા વેદધમમાં તે તે વખતે પશુબલિદાન અને તેને લીધે માંસાહાર પ્રચલિત હતા. ધર્મના નામે ચાલતી આવી હિંસક પ્રવૃત્તિની સામે બંડ ઉઠાવનાર બૌધમાં પણ ગમે તે કારણે, ગમે તે વખતે એક યા બીજા સ્વરૂપમાં માંસાહાર દાખલ થવા પામ્યા,