________________
જેનદર્શન અને માંસાહાર. અગર કદાચ તે ગૃહસ્થ તે આહર મુનિના પાત્રમાં ઝટ નાંખી દે તો મુનિએ તે ગૃહસ્થને છે તે ભલું કર્યું અગર તે ભલાથી અનેરૂં એટલે ભૂરું કર્યું ? એમ કશું કહેવું નહિ, કિન્તુ તે આહાર લઈ, એકાંત સ્થળમાં જઈ જીવ જંતુ રહિત આગ કે ઉપાશ્રયના અંદર બેસીને ગર ખાઈને ઠળીયા અને કઠણુ ભાગ નિર્જીવ સ્થડિલ (પૃથ્વી-જમીન) પર પાંજી પ્રમાઈ, પાઠવી આવવા. (૬૩૦)
ઉપરનો અર્થ સ્વીકારીએ તો એટલું નક્કી થાય છે કે, આ આખો પ્રસંગ વનસ્પતિના આહારને લગતો છે. પણ માંસ કે માછલાંના આહારને લગતો નથી. અને તે અર્થ જૈન ધર્મના અહિંસાના મૌલિક સિદ્ધાંતને પોષક હોવાથી સ્વીકાર્ય છે, પરંતુ તેમ સ્વીકાર કરવા પહેલાં અહીંયાં એ પણ શંકાનું સમાધાન કરવું જોઈએ કે, ઉપર ૬૨૯ મી અને ૬૩૦ મી ગાથામાં વર્ણન કરેલ છે તે બહુ ઠળીયા વાળ અગર બહુ કાંટા એટલે કે ખાઈ ન શકાય તેવા કઠણ ભાગ એટલે કે છાલ કે છોતરાં વાળો ગર જે જે વનસ્પતિમાં હોય તે વનસ્પતિનાં ઉદાહરણ આપો. અને તે વનસ્પતિ પણ સાધુ વર્ગને ગ્રહણ કરી શકાય તેવી ફાસુક, એષણિક તથા અચેત હેવી જોઈએ.
નીચે આપેલા દાખલાઓથી સ્પષ્ટ થશે કે, તે દરેક ચીજોમાં ગરની સાથે ઠળીયા અગર તો ખાઈ ન શકાય તેવો કઠણ ભાગ, છાલ કે છોતરાં છે, અને તે ફેકી દેવા લાયક છે, પરંતુ તે દરેક ચીજ તે ફાસુક, એણિક તથા અચેત હેવાથી સાધુ વર્ગને ગ્રહણ કરી શકાય તેવી છે.