SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા * 6 પ્રીતિરૂપ વિરાધકપણું ત્રાડાય નહિ, ત્યાં લગી પ્રભુ સાથે પ્રીતિરૂપ આરાધકપણું જોડાય નહિ. શ્રી દેવચદ્રજીએ કહ્યું છે તેમ પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જોડે એહ. ’ શ્રી આનંદઘનજીએ પણ પ્રથમ સ્તવનમાં એવા જ ભાવથી સ્પષ્ટ પ્રકાશ્યું છે કે કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનધનપદ રહ.’ કપટ રહિત થઇ પ્રભુના ચરણે આત્માર્પણ કરવું એ જ આનંદઘનપદ પામવાની રેખા છે. પણ પેાતાના આત્મા અન્યત્ર પરભાવમાં અર્પિત હાય ને કહેવુ* કે હું આત્માણ કરું છું વા પ્રભુને ભજું છું, તે તે પ્રગટ કપટ છે, આત્મવચન છે. ( જુએ પશિષ્ટ ) આવુ પરભાવમાં આસક્તિરૂપ કપટ ન ત્યજે ત્યાં લગી પ્રભુને ભજવાનુ કે પ્રભુચરણે આત્માપણુ કરવાનું કયાંથી મને ? આ કપરૂપ માતૃસ્થાનથી-માયાથી જેની અંતર`ગ પરિણતિ અને વૃત્તિ પરભાવ-વિભાવમાં રાચી રહી છે, તે મુગ્ધત બહિરંગ વૃત્તિથી સેવાની ગમે તેવી ચેષ્ટા કરે, તે પણ તે સાચી કાર્યસાધક વા સમ્યકૂ× કેમ બને ? શ્રી દેવચંદ્રજીનું માર્મિક રહસ્યપૂર્ણ વચન છે કે— 66 દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ” મુગ્ધજનાનું આ મુખ્યપણું-મૂઢપણ-અબૂઝપણું અનેક પ્રકારે આવિષ્કાર પામે છે. જેમકે-આ પૂજનાદિ હું કરું છું : X लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक् करणे ऽपि "" જીમમાવાનુંપત્તિરિતિ, ન-તય સમ્યક્રળસ્યાવિદે .ઇત્યાદિ. —શ્રી હરિભદ્રસૂતિ લલિતવિસ્તા. ""
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy